Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

વેરાવળ-પોરબંદર સુધી વાવાઝોડુ પહોંચતા મહાભયાનક ઝડપ સુધી પહોંચવા સંભવ

સમુદ્રમાં ટેમ્પરેચર વધવા સાથે 'વાયુ'ની ગતિ વધવા લાગી : અમેરિકી નેવી વર્તુળોને ટાંકી સોશ્યલ મીડિયામાં વિગતો વહેતી થઈ

અમેરિકન નેવી વર્તુળો પાસેથી હમણા જ મળેલા આંકડાઓને ટાંકીને એવું સોશ્યલ મીડિયામાં દર્શાવાયુ છે કે સમુદ્રનું ટેમ્પરેચર વધવાથી 'વાયુ' ઝંઝાવાત ગતિને વધુ વેગ મળશે અને વેરાવળ-પોરબંદર - મહુવા સમુદ્રકાંઠે પહોંચતા સુધીમાં 'વાયુ' વાવાઝોડુ ૧૫૦ થી ૨૦૦ કિ.મી. સુધીની ભયાનક ઝડપ સુધી પહોંચી શકે તેવી પૂરી સંભાવના છે. જો કે આ હેવાલને સત્તાવાર કોઈ સમર્થન મળતુ નથી. હવામાન ખાતુ આ વાવાઝોડુ વાયુ ૧૪૦-૧૫૦ કિ.મી. ઝડપે ત્રાટકશે તેમ કહે છે

(11:14 am IST)