Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

પોરબંદરઃ માત્ર ઓનલાઇન રજૂઆત-ફરિયાદના હઠાગ્રહથી સામાન્ય વર્ગ પરેશાન

સમાજના અમુક નાના વર્ગ પાસે સ્માર્ટ મોબાઇલ સુવિધા નથીઃ ઓનલાઇન અરજી અંગે સમજ પડતી નથી?

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા. ૧ર :.. મોટેભાગે વહીવટી કચેરીમાં રજૂઆત અને ફરીયાદો માટે ઓનલાઇનો આગ્રહ રાખવામાં આવે છે ત્યારે સમાજના અમુક નાના વર્ગ પાસે સ્માર્ટ મોબાઇલ ફોન ન હોય આવા વર્ગના લોકોને ઓનલાઇન અરજી માટે ભારે પરેશાની થતી હોવાની ફરીયાદો ઉઠી છે.

જીલ્લા પોલીસ અધિકારીની કચેરીએ  સેવા સુચનો વાંચવા મળશે. કે રૂબરૂ જાણવા મળશે. જે ખરેખર લોકશાહીનું જતન કરે છે...! જીલ્લા પોલીસ  અધિકારી કચેરીમાં એક એવું બેનરમાં વાંચવા મળશે કે, તમારી રજૂઆત કે ફરીયાદ ઓનલાઇન મોકલો પરંતુ  ત્યારે રૂબરૂ લેખીત માટે આજે તમામ વ્યકિત પાસે મોબાઇલ ન હોય અથવા મોબાઇલ હોય પણ જાણકારી ન હોય અથવા કેટલાક કિસ્સા ખાનગીમાં રજૂઆત માટે માર્ગદર્શન માટેના હોય તે તમામ ઓનલાઇન મોકલી શકાય નહીં. ગુપ્ત માહિતી આપી શકાય નહીં. એકસ. વાય. ઝેઙ પાસે રજૂ કરી શકાય નહીં.  ગ્રામ્ય વિસ્તારમાંથી દુરથી આવતો ગ્રામ્ય નાગરીક પાસે આ જ્ઞાન ન હોય. ઓન લાઇન જ રજૂઆત ફરીયાદ સ્વીકારવી તે કયા  કલમમાં બંધારણમાં દર્શાવેલ. છે ? તે પ્રશ્ન લોકો પુછે છે  ભારતના મહામહિમ પણ   લોકશાહીનું મુલ્ય જાળવે છે સરળતાથી મળે છે. સાંભળે છે. માર્ગદર્શન આપે છે.

ભારતની આઝાદી ૭પ વર્ષ અમૃત મહોત્સવ તરફ કપરા કોરોના સંક્રમણ કાળમાં આગળ વધી રહી છે. ૭૪ મું વર્ષ પૂર્ણ કરી આગળ ૭પ વર્ષ તરફ 'અમૃત મહોત્સવ' વધી રહેલ છે. ત્યારે પોરબંદરના આંગણે રાષ્ટ્રપિતાની આ જન્મભૂમિમાં કાયદો વ્યવસ્થા જાળવવા યુવા વયન કાર્યદક્ષ અધિકારીને જવાબદારી સોંપેલ છે. પરંતુ શહેર તાલુકાના નાગરીકો કેટલીકવાર અવઢવ ભરેલી મુશ્કેલીમાં મુકાયેલ છે. ફરીયાદો મુજબ પદાધિકારી ફરજની રૂએ જનસંપર્કમાં રહેવાના બદલે દૂર રહે છે. રજૂઆત કરનાર નાગરીક - ફરીયાદીને મુલાકાત આપતા નથી. અંતર રાખેલ છે. જે જાહેર પ્રજાના સેવક હોય તેમણે બંધારણ દુર રહેવા માટે સુચવતું નથી. નાગરીકી હકકો છીનવવા કે રોકવા અધિકાર આપતો નથી. મોટો કોચવાટ છે.   અધિકારી બંધારણની ગરીમાનું સન્માન સાથે નાગરીક હકકોની અવગણના કરતાં હોય જેના કારણે લોકો આવેશમાં રહે છે.

રાજકીય નેતાઓ પણ હા જી કરવા માટે ટેવાયેલા છે. પરંતુ નાના વર્ગની વેદના સમજવાને ન્યાય અપાવવા માટે ટેવાયેલા નથી. કદાચ સમજતા હોય અને ટેવાયેલ હોય તો ભારપૂર્વક ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધી પોતાના જ સ્વાર્થ ખાતર કે તેમના ચર્ચીત કાર્યોના ભાંડો ફુટે નહીં જેથી તે સ્વરમાં મૌન રહેવાનું પસંદ કરે છે. હજી હજુર કહીને જનતાને રામભરોસે છોડી દીધેલ છે.

(12:50 pm IST)