Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

સાયલાના વાટાવચ્છ ગામે ત્રણ કિલો પોપડોડવા સાથે ઝડપાયા

વઢવાણ,તા. ૧૨: સાયલા તાલુકાના વાટાવચ્છ ગામ રબારી વાસમાં રહેતા આલાભાઇ કાનાભાઇ લળતુકા (રબારી) ઉવ.૬૦ ધંધો.ખેતીને તેના મકાનમાંથી ગેરકાયદેસર પોપડોડવા ૦૩ કિલો ૫૦૦ ગ્રામ કિમત રૂપીયા ૧૦,૫૦૦- સાથે પકડી પાડેલ અને આ ડોડવાનો જથ્થો ભીખભાઈ ગઢવી રહે રાજસ્થાનવાળો આપી ગયેલ હોવાની હકીકત જણાવતા બન્ને ઈસમો વિરૂધ્ધ પોલીસે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરેલ છે.

(૧) પોલીસ ઇન્સ્પેકટર બી.એમ.રાણા તથા (૨) એ.એસ.આઈ યોગેન્દ્રસિંહ ચુડાસમા તથા (૩) એ.એસ.આઈ ઘનશ્યામભાઈ મસીયાવા તથા (૪)એ.એસ.આઈ મગનલાલ રાઠોડ તથા (૫) એ.એસ.આઈ વીભાઈ ભરવાડ તથા (૬) એએસ.આઈ પ્રવીણભાઈ આલ તથા (૭) એ.એસ.આઈ દાજીરાજસિંહ રાઠોડ (૮) એ.એસ.આઈ ડાયાભાઈ મગનભાઈ મૌઘરીયા તથા (૯)અના હેડ.કોન્સ મહિપાલસિંહ રાણા તથા (૧૦) અના હેડ કોન્સ જયરાજસિંહ તથા (૧૩)ડ્રા પો.કોન્સ, બલભદ્રસિંહ નરેન્દ્રસિંહએ આ કામગીરી કરી હતી.

(11:30 am IST)