Gujarati News

Gujarati News

News of Sunday, 12th May 2019

સુરેન્‍દ્રનગરમાં ધીમી ગતિએ ચાલતા વિકાસના કામો ઝડપથી પૂર્ણ કરવા કલેકટરને રજૂઆત

સુરેન્‍દ્રનગર : સુરેન્‍દ્રનગરમાં ધીમી ગતિએ ચાલતા રોડ બસ સ્‍ટેન્‍ડ અને ગટરના કામો ઝડપથી કરવા બાબતે ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્‍ડ ઇન્‍ડસ્‍ટ્રીઝના ચેરમેન કિશોરસિંહ ઝાલા અને પ્રમુખ કમલેશભાઇ રાવલ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી આ અંગે રજૂઆત કરવામાં આવી છે.

આવેદનપત્રમાં જણાવ્‍યા મુજબ સુરન્‍દ્રનગર શહેરમાં ધીમી ગતિએ ચાલતા રોડ-રસ્‍તા અને ગટર કામોના કારણે રાજ્‍ય સરકારના સ્‍વચ્‍છતા અભિયાન અંતર્ગત શહેરની સ્‍વચ્‍છતા અને આરોગ્‍યતાની જાળવણીમાં શહેરના તંત્રને ખૂબ તકલીફ પડી રહી છે.

(12:46 pm IST)