Gujarati News

Gujarati News

News of Thursday, 12th April 2018

ધોરાજી-ઉપલેટા પંથકમાં દરરોજ કરોડોની રેતી ચોરી : લલીત વસોયાનો આક્ષેપ

પગલા નહીં લેવાય તો હાઇકોર્ટમાં પીઆઇએલ કરાશે

ધોરાજી, તા. ૧ર : તાલુકાના ૩૦ સરપંચોના સ્થળ પર પ્રશ્નોના નિકાલ કાર્યક્રમ પ્રસંગે ધોરાજીના ધારાસભ્ય લલીતભાઇ વસોયાએ મીડિયાને જણાવેલ કે ધોરાજી-ઉપલેટામાં ભાદર-મોજ-વેણુમાંથી મોટા પાયે ખનિજ ચોરી સરકારી અધિકારીઓની મીઠી નજર હેઠળ થાય છે.

ભાદર-ર ડેમ સાઇટ અને નદીમાંથી દરરોજ રાત્રીના સમયે ૮૦૦થી ૮૩૦ જેટલા ડમ્પો દ્વારા રેતીની ચોરી થઇ છે જે સંપૂર્ણ સરકારી અધિકારીઓ જાણતા હોવા છતાં પણ બરોકટોક થાઇ છે. આ બાબતે મેં ગુજરાત વિધાનસભામાં પણ પ્રશ્ન ઉઠાવેલ છે છતાં કોઇ પગલા લેવાતા નથી. ખાણ અનિજ વિભાગ માત્ર ૧ ટ્રેકટર પકડી સંતોષ અનુભવે છે, પરંતુ દરરોજ બે કરોડની ખનિજ ચોરી થાઇ છે છતાં ધોરાજીનું સરકારી તંત્ર મૌન છે.

આ બાબતે મેં પ્રથમ ફરીયાદ સંકલનમાં ફરીયાદ કરી છે છતાં કોઇ પગાલ લેવામાં નહીં આવે તો હું ગુજરાત હાઇકોર્ટમાં પીઆઇએલ આધાર પુરાવા સાથે કરીશ...

ધોરાજીના જવાબદાર સરકારી અધિકારીઓ પણ મોટા હપ્તા લેતા હોવાનો ધારાસભ્ય એ આક્ષેપ કર્યો હતો. આ બાબતે જનઆંદોલન છોડવામાં આવશે તેમ લલીતભાઇ વસોયાએ જણાવેલ હતું.

(11:29 am IST)