Gujarati News

Gujarati News

News of Friday, 12th March 2021

જસદણના cpi કે.એન. રામાનુજને બરતરફ કરતા રાજ્યના પોલીસ વડા : પોલીસ બેડામાં ખળભળાટ

રાજકોટ તા.૧૨,. જસદણના cpi કે.એન. રામાનુજને  રાજ્યના પોલીસ વડાએ બરતરફ કરતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.

         પ્રાપ્ત માહિતી મુજબ પી આઈ રામાનુજે 2017 ના જસદણ પંથકમાં રૂ 1.28 કરોડ ની કપાસ ની 640 ગાંસડી ની ચોરી ની કરેલ તપાસ સામે આક્ષેપ બાદ અનેક ક્ષતી - ઢીલાસ -બેદરકારી -  દાખવ્યા ની ખાતાકીય તપાસ ના અંતે  ડીજી ભાટિયાએ આકરો હુકમ કર્યો છે અને રામાનુજ ને ખાતા માંથી રૂખસદ (ઘર ભેગા)  કરાતા પોલીસ વિભાગ માં ચકચાર  મચી ગઇ છે.

 રાજ્યના પોલીસ વડા શ્રીઆશિષ ભાટિયા આકરા પાણીએ થયા હતા અને ફરજમાં બેદરકારી-લાપરવાહી દાખવનારા અધિકારી -  કર્મચારીઓને ચેતવણી આપતા હોય તે રીતનો આદેશ કર્યો છે.

     રાજકોટ જિલ્લા ના જસદણ પીઆઇ (સીપીઆઈ) કે એન રામાનુજ ને ડીસમિસનો હુકમ  રાજ્ય પોલીસ વડા ભાટિયાએ કરતા ભારે ખળભળાટ મચી ગયો છે.

       એસ.પી બલરામ મીણા એ પણ આ વાતને સમર્થન આપ્યું છે અને હુકમની બજવણી ની કાર્યવાહી થઈ રહી હોવાનું જણાવ્યું હતું.

(4:04 pm IST)