Gujarati News

Gujarati News

News of Friday, 12th March 2021

સાવરકુંડલાના આંબરડી ગામે ૧૦ વર્ષની બાળા પર બળાત્કાર

અમરેલી,તા. ૧૨: સાવરકુંડલા તાલુકાના આંબરડી ગામની સીમમાં જરકીયા વાડી વિસ્તારમાં નાની બેન સાથે રમતી ૧૦ વર્ષની કિશોરીને બાજુમાં ભાગવી રાખેલ વાડીયે રહેતા. એમ.પી.ના રાજુ બાવચંદ નિનાવા રહે. અજમેરા વાળાએ ઓરડીમાં બોલાવી દરવાજો બંધ કરી મોઢે હાથથી દબાચી બળજબરી પૂર્વક બળાત્કાર ગુજાર્યાની સગીરાની માતાએ સાવરકુંડલા રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ડેડાણ અને ધારીની બે સગીરાને ભગાડી ગયા

ખાંભા તાલુકાના ડેડાણ ગામે રહેતી સગીરાને તે જ ગામના ભાવેશ બાબુ મંગા ગરેણીયા ભગાડી ગયાની પિતાએ ખાંભા મથકમાં ફરિયાદ નોંધાવી છે. જ્યારે બીજા બનાવમાં ધારીમાં રહેતી સગીરાને તે જ ગામના મયુર રમેશ માધડ રમેશ માધડ ભગાડી ગયાની સગીરાના પીતાએ ધારી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ચક્રાવા ગામે અકસ્માત

ખાંભા તાલુકાના ચક્રાવા ગામ નજીક પેટ્રોલ ડિઝલ ભરેલ ટેન્કર ૬૨૧ ના ચાલકે ચકુરભાઇ કેશુભાઇ ચુડાસમાના બાઇક સાથે અથડાવી ગંભીર ઇજા કરી નાસી ગયાની પત્નિ લાભુબેન ચકુરભાઇએ ખાંભા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

(12:57 pm IST)