Gujarati News

Gujarati News

News of Tuesday, 12th March 2019

ધોરાજીમાં ચૂંટણી જાહેર થયાના ૨૪ કલાક બાદ પણ સરકારી જાહેરાતો હટાવવામાં આવી નથી : આચાર સંહિતાનો ભંગ

ધોરાજી તા. ૧૨ : ધોરાજીમાં ચૂંટણી જાહેર થયાના ૨૪ કલાક બાદ પણ સરકારી જાહેરાતો નું બેનર અનેઙ્ગ ફોટા વાળા સાઈન બોર્ડ દુર નહિ થતાં આચાર સંહિતાનો ખુલ્લો ભંગ થઇ રહ્યો છે. ચૂંટણીપંચ દ્વારા રવિવારે લોકસભાની ચૂંટણીની જાહેરાત થતા રવિવારે શાંતિ જ આચાર સંહિતા અમલી બની ગઈ હતી.

આ સંદર્ભે ધોરાજી ડેપ્યુટી કલેકટરે પણ તાત્કાલિક મીટીંગ બોલાવી ૩ ફલાઈંગ સ્કોડની રચના કરી તાત્કાલિક ચૂંટણી સંદર્ભે અને આચાર સહિતા બાબતને કમ્પ્યુટર તાલીમ પગલાં લેવાની જવાબદારી સોંપી હતી પરંતુ અધિકારીઓએ માત્ર ગામમાં રાઉન્ડ મારી ફરજ પૂરી કરી હતી એવું લાગી રહ્યું છે અત્યારે આચાર સંહિતાના ૨૪ કલાક બાદ પણ ધોરાજીના આઝાદ ચોક સરકારી દવાખાના પાસે સરકારી જાહેરાતના બેનર વાળી જાહેરમાં જોવા મળી છે તેમજ સ્ટેશન રોડ ઉપર આવેલ ગેસ એજન્સીમાં પણ સરકારી જાહેરાત જાહેરમાં જોવા મળી છે અને બાપુના બાવલા ચોક સ્ટેશન રોડ ખાતે પણ મોટા બેનરમાં સરકારી જાહેરાત જોવા મળી હતી હજુ સુધી આ પ્રકારના જાહેરાતો કરતા બેનરો ઉતારવામાં આવ્યા નથી. આમ જોતા ચૂંટણીપંચે જાહેર કરેલી ગાઈડ લાઈન મુજબ ધોરાજીમાં કોઈ આચારસંહિતાનો અમલ ન થયો હોય તેમ ખુલ્લેઆમ જોવા મળે છે.(૨૧.૮)

 

(12:07 pm IST)