Gujarati News

Gujarati News

News of Tuesday, 12th March 2019

દામનગરઃ ૨૯ અબોલ જીવોને કતલખાને લઇ જતા બોલેરા સાથે ચાર આરોપીને ઝડપી લેતી પોલીસ

સાડા ત્રણ લાખનો મુદામાલ કબ્જેઃ મહાવીર જૈન સ્વામી જૈન પાંજરાપોળ દહીંથરામાં અપાયો આશરો

દામનગર, તા.૧૨: દામનગર શહેર માં બજરંગનગર ના રહીશો એ તા ૧૦/૩ ની રાત્રી સેવાદળ દરમ્યાન ભેદી હિલચાલ કરતા બોલેરો મેકસ વાન જોયું અને સ્થાનિક પોલીસ ને જાણ કરતા સ્થાનિક પોલીસ આઠ નાળા પાસે આવેલ સુરેશભાઈ જીણાભાઈ નરોળિયા જાતે રાજપૂતના ઘર પાસેથી એક બોલેરોને અટકાવી ચાલકને પૂછપરછ કરતા યોગ્ય જવાબ આપી શકેલ નહિ બોલેરો મેકસ પર ઢાંકેલ તાડપત્રી હટાવતા ૨૯ નાના ઘેટાં બકરા ક્રૂરતાપૂર્વક ભર્યા જણાયેલ આથી બજરંગનગર રહીશોની બાતમી આધારે સ્થાનિક પોલીસના એ.એસ. આઈ. એ. યુ. ચૌધરીએ બોલેરા કબજે લઈ ૧.બહાદુરભાઈ નાથાભાઈ ચાવડા રે. જેતપુર નવાગામ જી. રાજકોટ ૨.હરેશભાઇ બાબુભાઇ ચાવડા રે. દામનગર તા. લાઠી જી અમરેલી ૩. દિપકભાઈ વિષ્ણુભાઈ ચૌહાણ રે. લીલીયા જી. અમરેલી ૪. ભુપતભાઈ વેલજીભાઈ ચાવડા ચારેય આરોપી ઓ વિરુદ્ઘ આઈ. પી.સી એકટ ક.૨૭૯.૧૧૪.પ્રાણીસંરક્ષણ અધિનિયમ પી એ.એ. ક ૮ પશુક્રૂરતા અધિનિયમ ૧૧/૧એ .ડી.ઇ.એફ. એસ.હેઠળ ગુનો નોંધી ઘેટાં બકરા નંગ ૨૯ કી.૧.૭૭.૦૦૦ અને બોલેરો મેકસ જી.જે.૧૩- એ.ટી.૫૯૧૯ સફેદ કલર કી.૧.૫૦.૦૦૦ કુલ મળી ૩.૨૭.૦૦૦નો મુદ્દામાલ કબજે લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

બજરંગનગરના રહીશો દ્વારા ચાલતા રાત્રી સેવાદળ દરમ્યાન ભેદી હિલચાલ જણાય આવતા સ્થાનિક ભુપતભાઈ હીરાભાઈ જાડા વેલજીભાઈ શામજીભાઈ નારોલા હરેશભાઇ વલ્લભભાઈ નારોલા ભુપતભાઇ બધુંભાઈ નારોલા સહિતનાએ સ્થાનિક પોલીસને ચોક્કસ બાતમી આપી બજરંગનગરમાં અવાર નવાર નાના વાછરડા ઓ ગાયબ થવાની ઘટના અવાર નવાર બનતી હતી આ અંગે સ્થાનિક રહીશો એ સતર્ક બની સ્થાનિક પોલીસને જાણ કરતા ગેરકયદેસર પશુઓને કતલખાને ધકેલવાના રેકટનો પર્દાફાશ થયો હતો

જે મકાનમાં ઘેટાં બકરા રાખવામાં આવ્યા તે સ્થાનિક અગ્રણીનું છે. ત્યાં આટલી મોટી સંખ્યામાં ઘેટાં બકરા કેમ રાખ્યા હતા ? આ ઘેટાં બકરા કયાં થી લવાયા ? આ ઘેટાં બકરા કયાં કોને મોકલવા ના હતા ? આવા અનેકો સવાલોનો જવાબ દામનગરની જનતાને મળશે ?

કતલખાને જતા અબોલ ૨૯ જીવોને દહીંથરા અલખધણી ગૌસેવા ટ્રસ્ટ સંચાલિત ભગવાન શ્રી મહાવીર સ્વામી જેન પાંજરાપોળમાં આશરો આપતા પ્રકાશભાઈ ગાંધી માધવજીભાઈ સુતરિયા ધીરૂભાઇ પુનાભાઈ નારોલા.(૨૩.૪)

 

 

 

(12:00 pm IST)