Gujarati News

Gujarati News

News of Tuesday, 12th March 2019

રાણપુરનાં દેવત્રાણામાં લગ્ન પ્રસંગે ક્ષત્રિય સમાજ દ્વારા પ્રકૃતિ સંદેશઃ

બોટાદઃ રાણપુરના દેવગણાના ક્ષત્રિય સમાજના અગ્રણીશ્રી દિગુભા અણદુભા ચુડાસમા, તાજેતરમાં તેમના દીકરીબા જયશ્રીબાના લગ્ન વલભીપુરના રાજસ્થળી નિવાસી શ્રી મહેશસિંહજી ગોહિલના કુંવરશ્રી કૃષ્ણરાજસિંહજી સાથે નિર્ધાર્યા હતા. શ્રી દિગ્વિજયસિંહ ચુડાસમાએ પોતે દીકરીબાના લગ્નની કંકોત્રી ઉપર પણ વૃક્ષ સંવર્ધન અને પ્રકૃતિ રક્ષણ તથા પર્યાવરણ બચાવોના સુત્રો લખાવ્યા હતા. પોતે ગિરાસદાર હોવાથી રિવાજ મુજબ વેલ લઇ આવેલ મહેમાનોને બોરસલ્લીના રોપાઓ તથા 'છોડમાં રણછોડ'ની ભાવનાને ધ્યાનમાં રાખી છોડના રક્ષણ માટે ટ્રી-ગાર્ડ પીંજરા પણ દીકરીના કરિયાવરમાં આપ્યાં હતાં. ચોરીના ફેરા પછી નવદંપતિના હસ્તે વૃક્ષારોપણ પણ કરાવવામાં આવેલ. પોતાના ગામમાં આવી પહેલ કરનારને ટ્રી-ગાર્ડ પોતાના તરફથી દાન આપવાની જાહેરાત કરેલ. તેમના દ્વારા ભૂગર્ભ જળ સંગ્રહ, સજીવ ખેતી, બીજ સંરક્ષણ જેવા ઘણા પ્રયોગો અમલી છે. વિશ્વવંદનીય પૂજય મોરારિબાપુ દ્વારા તેમને ''ચિત્રકૂટ એવોર્ડ''થી પણ નવાજવામાં આવ્યા છે. (તસ્વીર-અહેવાલઃ ઘનશ્યામ પરમાર-બોટાદ) (૭.ર૧)

(11:45 am IST)