Gujarati News

Gujarati News

News of Tuesday, 12th March 2019

પોરબંદરના ફિશરીઝ હાર્બર પાસે આગઃ લાખોનું નુકસાન

ફાયરબીરગેડે બે કલાકમાં આગને કાબુમાં લીધીઃ બંદર વિસ્તારમાં પુરતી ફાયર સેફટી નહીં હોવાની ફરિયાદો

પોરબંદર તા.૧૨: સુભાષનગરમાં ફિશરીઝ હાર્બર પાસે મચ્છી મારવાની નાની જાળ (હોજા)માં એકા એક આગ લાગ્યા બાદ બાજુમાં કાંઠે નાની એક હોડીને આગે લપેટમાં  લીધી હતી. ફાયરબ્રીગ્રેડને જાણ કરતા તુરંત સ્થળ ઉપર આવી જઇને પાણીનો મારો ચલાવીને દોઢથી બે કલાકમાં આગને કાબુમાં લીધી હતી.

ફિશરીઝ હાર્બર પાસે અવારનવાર નાની મોટી આગ લાગવાના બનાવો બને છે બંદર ઉપર પુરતી ફાયરસેફટી સુવિધા માટે માછીમારોએ અનેક વખત ફિશરીઝ સત્રાવાળાઓને રજૂઆત કરી છે છતાં ધ્યાન આપતું નથી તેવી ફરિયાદો માછીમારો કરી રહ્યા છે.

(11:30 am IST)