Gujarati News

Gujarati News

News of Tuesday, 12th March 2019

ભારે કરી :માળિયા હાટીનાના વિસણવેલમાં બોર્ડના પરીક્ષા કેન્દ્રમાં સ્ક્વોડની આખી ટીમને રૂમમાં બંધક બનાવી દીધી !!

આ અગાઉ કોપીકેસની ઘટના બની હતી ; પેપર ચોરી અંગે ચેકીંગ કરતા સ્ક્વોડ ટીમને પુરી દેવાઈ

 

રાજકોટ ;રાજ્યમાં બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે પરીક્ષામાં ચોરી સહિતના દુષણો ડામવા સ્ક્વોડની ટિમ સતત ચેકીંગ કરતી હોય છે તેવામાં જૂનાગઢ જિલ્લાના માળીયા હાટિનાના વિસણવેલગામે જબરો હોબાળો થયો હતો અને સ્ક્વોડની આખી ટીમને શાળાના રૂમમાં બંધક બનાવી દીધી હોવાનું જાણવા મળે છે

  મળતી વિગત મુજબ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી બોર્ડની પરીક્ષા દરમિયાન ચોરીની ઘટનાઓ રોકવા માટે સ્ક્વોડ શાળા પર નજર રાખતી હોય છે. ત્યારે જુનાગઢના માળીયા હાટીનાના વિસણવેલ ગામમાં આખી સ્કવોડ ટીમને  રુમમાં પૂરી દેવાઈ હતી કહેવાય છે કે શાળામાં પહેલા પણ કોપીકેસની એક ઘટના સામે આવી ચૂકી છે.
 
અંગેની વિગત મુજબ માળિયા હાટીનાના વિસણવેલ ગામની માતૃવંદના શાળામાં માતાપિતા અને લોકો સહિત વિદ્યાર્થીઓએ ચેકિંગ સ્કવોર્ડની ટીમને પૂરી દીધી હતીએવું કહેવાય છે કે ચોરી કરતા વિદ્યાર્થીઓ અને માતાપિતાએ સ્ક્વોડની આખી ટીમને એક રુમમાં બંધક બનાવી હતી.
 
જૂનાગઢ જિલ્લામાં વખતે બોર્ડે વંથલીમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને બિલખામાંથી સામાન્ય પ્રવાહના કેન્દ્ર રદ કર્યાં છે ઉપરાંત માળીયાના વિસણવેલને વિજ્ઞાન પ્રવાહ અને અમરાપુરને સામાન્ય પ્રવાહની પરીક્ષા માટે નવા કેન્દ્ર ફાળવાયાં છે.

(11:03 pm IST)