Gujarati News

Gujarati News

News of Tuesday, 12th March 2019

ઘોરાજીમાંથી વર્લી ફીચરના આંકડા લખતા અને કપાત કરતા ચાર શખ્શોને ઝડપી લેતી લૉકલ ક્રાઇમ બ્રાન્ચ રાજકોટ રૂરલ

 

 રાજકોટ :રાજકોટ લોકલ ક્રાઇમ બ્રાન્ચ રૂરલ દ્વારા ધોરાજીમાંથી વર્લી ફીચરના આંકડા લખતા અને કપાત કરતા બે રાજકોટના સહીત ચાર શખ્સોને ઝડપી લેવાયા છે

   રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અઘિક્ષક બલરામ મીણાની સૂચનાથી પો.ઈન્સ.એમ.એન.રાણા તથા એચ..જાડેજાના માર્ગદર્શન હેઠળ ઘોરાજી વિસ્તારમાં પ્રોહી જુગારના કેસો શોધી કાઢવા સૂચના કરતા HC અનીલભાઈ ગુજરાતી તથા PC મનોજભાઈ બાયલ તથા દિવ્યેશભાઈ સુવાને મળેલ બાતમીના આધારે બશીરમીયા બુખારીરે.ઘોરાજી ) ઘીરજ મણીશંકર વ્યાસ ( રે.ઘોરાજી ) પંકજ લુવાણા( રે.રાજકોટ ) રાજુભાઈ લોટીયા (રહે રાજકોટ )ને વર્લી ફીચરના સાહીત્ય સાથે રોકડ ૧૦,૭૭૦ તથા મોબાઈલ નં- મળી કુલ મુદામાલ ૧૬,૭૭૦સાથે પકડી પડેલ હતા તથા ઇમરાન સતારભાઈ માલવીયા ઘાંચી (રે.ઘોરાજી વાળા) પાસે થી વર્લી ફીચર ના સાહીત્ય તથા રોકડા ૬૧૫૦તથા મોબાઈલ નં. મળી કુલ મુદામાલ.૭૧૫૦ સાથે પકડી પાડી કાયદેસર ની કાર્યવાહી કરેલ હતી 

 

  કામગીરીમાં પીઆઇ એમ.એન.રાણા,હેડ કોન્સ,રમેશભાઈ બોદર , અનીલભાઈ ગુજરાતી , અમીતભાઈ પટેલ  , રવીભાઈ બારડ PC જયુભા વાઘેલા , પરાક્રમસિંહ ઝાલા , મનોજભાઈ બાયલ , દિવ્યેશભાઈ સુવા , નરેન્દ્રભાઈ દવેજોડાયા હતા 

(12:18 am IST)