Gujarati News

Gujarati News

News of Monday, 12th March 2018

ભાવનગરની જાનવીને વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન :વૈશ્વીકકક્ષાનો વજ્ર વર્લ્ડ રેકોર્ડ એવોર્ડ મેળવ્યો

મલેશિયામાં ઇન્ટર નેશનલ યોગ કોમ્પિટિશનમાં પણ બે ગોલ્ડ મેળવી ભારતને સિદ્ધિ અપાવી

ભાવનગર:ભાવનગરની જાનવી મહેતાએ આંતરરાષ્ટ્રીય સ્તરે સિદ્ધી હાંસલ કરીને ભાવનગરની સાથે ભારતનું નામ વિશ્વમાં રોશન કર્યું છે. જાનવી મહેતાએ વજ્ર વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ અંકિત કરાવ્યું છે. ઉપરાંત મલેશિયા ખાતે યોજાયેલ ઈન્ટર નેશનલ યોગ કોમ્પીટીશનમાં પણ 2 ગોલ્ડ મેડલ મેળવીને ભારતને સિદ્ધી અપાવી હતી. છેલ્લા 11 વર્ષથી યોગ સાથે જોડાયેલી જાનવીએ એક બે નહીં પરંતુ 45 જેટલા મેડલો પોતાના નામે કર્યા છે. આંતરરાષ્ટ્રીય કક્ષાના 6 ગોલ્ડ મેડલ પણ મેળવ્યા છે

   જાનવીના પિતા સિલાઈકામનો વ્યવસાય કરે છે, તો માતા શિક્ષિકા છે. જેમણે પોતાની પુત્રીને જીવનમાં આગળ વધવાનું પ્રોત્સાહન આપતા આજે જાનવી એક ઊચ્ચ શિખર પર છે. તેણે પોતાના પરિવારનું નહીં પરંતુ ભાવનગરની સાથે સાથે સમગ્ર દેશનું નામ વિશ્વમાં રોશન કર્યું છે. જાનવીને વજ્ર વર્લ્ડ રેકોર્ડ એનાયત કરાયો ત્યારે શહેર મેયર પણ ઉપસ્થિત રહ્યા હતા. અને તેમણે પણ જાનવીને તેના નવા વિક્રમ બદલ શુભેચ્છા પાઠવી હતી

   જાનવી મહેતા નાજુક અને નમણી દેખાતી યુવતીએ યોગ ક્ષેત્રે તેની ઉમંર કરતા બમણા રેકોર્ડ પોતાના નામે અંકે કર્યા છે. વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીએ યોગને વૈશ્વિક ફલક પર પહોંચાડવાનું કામ કર્યું છે. તો જાનવી મહેતા જેવી યોગીનીઓએ ભારતીય સંસ્કુતિના અમૂલ્ય અને બહુ મૂલ્ય વારસાને જાળવી રાખવાનો ઉમદા પ્રયાસ યથાવત રાખ્યો છે. યોગ ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય કક્ષાએ દેશનું નામ ત્ર-ત્રણ વખત રોશન કરતી યોગ ખેલાડી જાનવી મહેતાએ વધુ એક આંતરરાષ્ટ્રીય સિદ્ધિ હાસલ કરી છે

   જાનવીએ વિશ્વિક ક્ક્ષાનો વજ્ર વર્લ્ડ રેકોર્ડ્સ એવોર્ડ પ્રાપ્ત કરી દેશનું ગૌરવ વધાર્યું છે. ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોડની સમકક્ષ ગણાતા વજ્ર વર્લ્ડ રેકોર્ડ્સની ટીમ ભાવનગર આવી હતી અને ટીમની સમક્ષ જાનવીએ માટીનાં ઘડા પર યોગનાં વિવિધ આસનો રજૂ કરી ઉપસ્થિત સૌને મંત્ર મુગ્ધ કરી દીધા હતા.

(10:57 pm IST)