Gujarati News

Gujarati News

News of Monday, 12th March 2018

ખંભાળીયા : રામનવમીના દિવસે બોડીદરમાં આહિર એકતા મહોત્સવ

ખંભાળીયા, તા. ૧ર : તા. રપના રામનવમીના દિને નંદ દેવાયત બોદર સંસ્થાન બોડીદર ગીર ગઢડાના ગીર સોમનાથ ખાતે પૂ. દેવાયત બાપાની પ્રતિક તિથિની ઉજવણી તથા આહીર એકતાના ભવ્ય ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. નંદ ગામ સમિતિઓ દેવભૂમિ તથા જામનગર જિલ્લા તાલુકાઓની સમિતિઓ વતી મારખીભાઇ વસરાએ કાર્યક્રમમાં પધારવા નિમંત્રણ પાઠવ્યું છે.

તા. રપના બોડીદર ખાતે અશોકભાઇ આચાર્યના યજમાનપદે નવકુંડી વિષ્ણુયાગ થશે જેમાં રા'નવધણના વંશજ તથા ભીમળાજીના વંશજ સહિત ૩૬ દંપતિઓ યજમાન તરીકે બેસશે.

સાંજે ૪ થી પઃ૩૦ આહીર સમાજના વિવિધ શૈક્ષણિક સંસ્થાના ભાઇઓ બહેનો સાંસ્કૃતિક કાર્યક્રમ કરશે. સાંજે પઃ૩૦ થી ૯ વાગ્યા સુધી સમાજની એકતા અને ઉત્થાન માટે વિચાર મંથનનો કાર્યક્રમ થશે. તથા રાત્રે લોકડાયરો અને પ્રસાદી ભોજન યોજાશે. કાર્યક્રમના સ્થળે દેવાયત બોદર શૌર્ય પ્રદર્શન બીએપીએસ સંસ્થા દ્વારા વ્યસનમુકિત તથા ફિલ્મ પ્રદર્શન પણ યોજાયેલ છે.

કાર્યક્રમમાં બોટાદના સંતશ્રી આત્માનંદ સરસ્વતી આશિર્વન પાઠવશે. કાર્યક્રમનું દીપ પ્રાગટય મંત્રી વાસણભાઇ આહીર કરશે તથા મુખ્ય અતિથિ તરીકે જામનગરના સાંસદ પૂનમબેન માડમ રહેશે.

કાર્યક્રમમાં ધારાસભ્યો જવાહર ચાવડા, ભગવાનજી બારડ, અમરીશભાઇ ડેર, વડોદરાના મંયર ભરતભાઇ ડાંગર, ગ્રામ્ય ગૃહનિર્માણ બોર્ડના ચેરમેન મુળુભાઇ બેરા, બીજ નિગમના ચેરમેન રાજેશીભાઇ જોટવા, ભીખુભાઇ વારોતરીયા, મુળુભાઇ કંડોરીયા, ડો. રણમલભાઇ વારોતરીયા, સાહિત્યકાર માયાભાઇ આહીર, વરજાંગભાઇ જીલરીયા, નટુભાઇ ભાટુ, વિ. અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.(૮.૧પ)

(1:06 pm IST)