Gujarati News

Gujarati News

News of Monday, 12th March 2018

સૌરાષ્ટ્ર-કચ્છમાં ભર ઉનાળે ઝાકળવર્ષાઃ ઠંડીનો ચમકારો

મોડી રાત્રીના અને વહેલી સવારે શિયાળા જેવુ હવામાનઃ બપોરે ધોમધખતા તાપ સાથે ઉનાળાનો અનુભવ

રાજકોટ તા.૧૨: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ભર ઉનાળે ઝાકળવર્ષા સાથે ઠંડીનો ચમકારો અનુભવાય રહ્યો છે અને મોડી રાત્રીના અને વહેલી સવારે શિયાળા જેવુ હવામાન અનુભવાય રહ્યુ છે.

 

સવારે ૬ વાગ્યા આસપાસ ઝાકળવર્ષા થતા રસ્તા ઉપર વાહન વ્યવહારને ભારે અસર પહોંચી હતી અને રસ્તા પણ ભીના થઇ ગયા હતા. આ વાતાવરણ સાથે ગુલાબી ઠંડકનો અનુભવ થઇ રહ્યો હતો.

સવારના ૬ વાગ્યાથી ૮ વાગ્યા સુધી જોરદાર ઝાકળવર્ષાનો અનુભવ થયા બાદ સૂર્યનારાયણના દર્શન થતાની સાથે જ હંુફાળુ વાતાવરણ છવાઇ ગયુ હતુ અને જેમ-જેમ દિવસ પસાર થતો જાય છે તેમ-તેમ ગરમીની અસર વધવા લાગે છે.

રાત્રીથી વહેલી સવાર સુધી ઠંડકની અસર બાદ આખો દિવસ ધોમધખતા તાપનો અનુભવ થાય છે અને ઉનાળાની અસર વર્તાઇ છે અને બપોરના સમયે મહતમ તાપમાનનો પારો ઉંચે ચડતા આકરા ઉનાળાનો અનુભવ થઇ રહ્યો છે.(૧.૨)

સોરઠમાં ધુમ્મસનું આક્રમણ, શિયાળાની અનુભુતી

(વિનુ જોશી) જુનાગઢ, તા., ૧રઃ સોરઠમાં આજે સવારે ગાઢ ધુમ્મસનું આક્રમણ થયું હતું જેને લઇ ભર ઉનાળે શિયાળાની અનુભુતી થઇ હતી.

જુનાગઢ શહેર અને જિલ્લામાં વહેલી સવારથી વાતાવરણમાં ધુમ્મસ છવાઇ ગયું હતું. જુનાગઢના ગિરનાર અને દાતાર પર્વત ગાઢ ધુમ્મસમાં લપેટાઇ ગયા હતા. સવારના ૮.૩૦ સુધી ધુમ્મસનું આક્રમણ રહયું હતું. જેને લઇ લઘુતમ તાપમાન ઘટીને ૧૪ ડીગ્રી થઇ ગયું હતું. તાપમાન ઘટતા ગુલાબી ઠંડી અનુભવાઇ હતી. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭પ ટકા રહેતા અને પ.૭ કી.મી.ની ઝડપે ઠંડો પવન પણ ફુંકાતા વાતાવરણ ઠંડુગાર થઇ ગયું હતું. ઉનાળે શિયાળો અનુભવાતા લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. (૪.૭)

કયાં કેટલી ઠંડી-ભેજ

શહેર

લઘુતમ તાપમાન

ભેજ

ગાંધીનગર

૧૪.૦ ડીગ્રી

૪૭ ટકા

નલીયા

૧૪.ર ડીગ્રી

૮૬ ટકા

દિવ

૧પ.પ ડીગ્રી

પ૭ ટકા

અમદાવાદ

૧પ.૭ ડીગ્રી

પ૪ ટકા

કંડલા

૧૬.૦ ડીગ્રી

૭ર ટકા

રાજકોટ

૧૭.૭ ડીગ્રી

૯૪ ટકા

વલસાડ

૧૮.૧ ડીગ્રી

૬૯ ટકા

પોરબંદર

૧૮.૩ ડીગ્રી

૮૧ ટકા

ભાવનગર

ર૧.૬ ડીગ્રી

પ૦ ટકા

(11:56 am IST)