Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

જામકંડોરણા જિલ્લા પંચાયતના બે ઉમેદવારોએ રાજ્યના કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાની ઉપસ્થિતિમાં ધોરાજી ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે ફોર્મ ભયૉ

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી: રાજ્યના કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા તેમજ રાજકોટ જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ ગોવિંદભાઈ રાણપરીયા તેમજ જિલ્લા ભાજપ મંત્રી હરસુખભાઈ ટોપિયા રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી ઓબીસી કિશોરભાઈ રાઠોડ પૂર્વ નગરપતિ વીટી પટેલ હરકિશન ભાઈ માવાણી કે.પી માવાણી વિપુલભાઈ બાલધા વિગેરે અગ્રણીઓ સાથે ધોરાજી ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે રાજકોટ જિલ્લા પંચાયતની જામકંડોરણા તેમજ તડવી સહિતના ઉમેદવારો સાથે ફોર્મ ભરવા આવ્યા હતા

રાજકોટ જિલ્લા પંચાયતની બે સીટ જામકંડોરણા તેમજ દળવી સીટના બંને ઉમેદવારોએ ચૂંટણી અધિકારી સમક્ષ ફોમ રજૂ કર્યા હતા

આ સમયે  રાજ્યના કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડિયાએ  જણાવેલ કે  મારા પિતા શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયા  જામ કંડોરણાં મતવિસ્તાર નો એમને ખૂબ જ ધ્યાન રાખ્યું છે અને તેમની પરંપરા મુજબ આજે મારા મત ક્ષેત્ર ગણાતા જામકંડોરણા સીટ મા બે જિલ્લા પંચાયતની સ્વીટ આવેલ છે તે બંને ઉમેદવારોના ફોર્મ ભરવા માટે હું ધોરાજી ખાતે આવ્યો છું અને રાજકોટ જિલ્લા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાશે તેવી વિજય વિશ્વાસ સાથે હું ખાતરી આપું છું તેમ મંત્રી જયેશ રાદડીયા એ જણાવેલ હતું

આ સાથે જામકંડોરણા ભાજપના આગેવાનો તેમજ ધોરાજી શહેર અને તાલુકા ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

(2:25 pm IST)