Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2018

કાજલી માર્કેટીંગ યાર્ડમાં ઘઉંની જોરદાર આવક

 પ્રભાસ પાટણઃ વેરાવળ તાલુકાનાં કાજલી મુકામે આવેલ માર્કેટીંગ યાર્ડની અંદર ઘઉંની જોરદાર આવક શરૂ થયેલ છે. આ વિસ્તારમાં ઘઉનું સારા પ્રમાણમાં વાવેતર થયેલ છે અને ઘઉં કાઢવાની શરૂઆત થયેલ છે જેથી યાર્ડની અંદર ખેડુતો દ્વારા ટ્રેકટરો, રીક્ષાઓ સહિત અન્ય વાહનોમાં ઘઉં લઇ અને કાજલી માર્કેટીંગ યાર્ડમાં આવે છે જેથી વાહનોનો ઘસારો જોવા મળે છે. (તસ્વીર - દેવાભાઇ રાઠોડ - પ્રભાસ પાયણ) (૧૧.૩)

 

(12:08 pm IST)