Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2018

શ્રી સોમનાથ ભાલકા તિર્થમાં બ્રહ્મકુમારીઝ ઇશ્વરીય વિશ્વ વિદ્યાલયમાં શિવ જયંતી મહોત્સવ

પ્રભાસપાટણઃ સોમનાથ-વેરાવળ હાઇવે ઉપર આવેલ પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઇશ્વરીય વિદ્યાલય-સોમનાથ સેવા કેન્દ્ર ખાતે ૮ર મો શિવ જયંતી મહોત્સવ આધ્યાત્મીક-ભકિત અને સાંસ્કૃતિક રીતે ઉજવાયો.  રાજયોગીની બ્રકુ રમીલા બહેન તથા જયમાલા બહેનના આયોજન હેઠળ આ મહોત્સવમાં આજુબાજુના વિસ્તારો સહિતના ભાઇ-બહેનો ઉમટયા હતા અને જ્ઞાનવાણીનો લાભ લીધો હતો. આ પ્રસંગે સ઼બોધનમાં રાજયોગી ભ્રાતા બ્રકુ હરેષભાઇએ જણાવ્યું કે આ સંસ્થા દ્વાાર જ્ઞાન અને યોગ શીખી-સાંભળી અનેક લોકોના જીવનમાં પરીવર્તન આવ્યું છે અને જેમાં એકાકાર થવાથી નરથી નારાયણ અને નારીથી લક્ષ્મી બનાય છે અને તેથી આવેલું પરીવર્તન વ્યકિતના જીવનમાં પરીવારમાં અને વ્યવસાયમાં ફાયદો થઇ જીવનમાં સુખ-શાંતી અને સમૃધ્ધિ લાવે છે. રામનાથભાઇએ જણાવ્યું કે મનને એકાગ્રતા અને કર્મમાં શુધ્ધિ લાવી સારા વિચારો કરવાથી જીવનમાં સારૂ પરિવર્તન આવે છે. આ પ્રસંગે શિવ તાંડવ નૃત્ય-શિવ ધ્વજારોહણ-દિપ પ્રાગટય-સમુહ ધ્યાન એકાગ્રતા સહીતના કાર્યક્રમો યોજાયા. કથાકાર ભાવીનભાઇ જોશી, ભાલપરા સરપંચ વિક્રમ પહાર, ડો.સાવલીયા રીતેષભાઇ ફોફંડી, નવલભાઇ અપારનાથી, જગમાલભાઇ વાળા સહીતના અગ્રણીઓએ ભાગ લીધો હતો. (તસ્વીરઃ અહેવાલઃ દેવાભાઇ રાઠોડ-પ્રભાસપાટણ)

(12:07 pm IST)