Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2018

તળાજામાં વેપારીઓએ માર્યા બોર્ડ અહીયા કોઇએ ચૂંટણની ચર્ચા કરવી નહી!

એકજ પરીવારના સભ્યો, મિત્રો સામસામે ચુંટણીના જંગે ચઢયા હોઇ મતદાનના દિવસે બહાર ચાલ્યા જવાનુ પણ વિચારે છે મતદારો

તળાજા તા.૧૨: મતદાનને આડે હવે પાંચ દિવસ બાકી છે ત્યારે ઉમેદવારોએ કાર્યાલયો ખોલીને ઘેર-ઘેર જઇ પ્રચાર શરૂ કરી દિધો છે. તળાજા ચુંટણી મય બનતુ જાપ છે ત્યારે શહેરના કેટલાંક વેપારીઓએ સતત ચુંટણીની ચર્ચાથી કંટાળીના છુટકે બોર્ડ માર્યા છે કે અહી કોઇએ ચુંટણીની ચર્ચા કરવી નહી!

 

કંઇક નવુ ન કરે તો તળાજા ન કહેવાય! તળાજા નગરપાલીકાની ચુંટણી નેલઇ ભૂતકાળમાં કયારેય ન જોવા મળેલ સમિકરણો રચાયા છે. લોકશાહી અને સ્વતંત્રતાના પગલે ઘર-પરીવાર સુધી રાજકારણ પહોચી ગયુ છે. ભૂતકાળમાં કલ્પના ન કરેલી હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. જેના કારણે નગરમાં ચુંટણીની બાબતો, બદલાયેલ સમિકરણો, આવનારા દિવસોમાં શુ થશે તેવી અનેક બાબતો મુખ્ય ચર્ચાતુ કેન્દ્ર બની છે. ખાસ કરીને પાનના ગલ્લે, હોટલ, ઠંડા પિણાની દુકાનો પર મિત્ર વર્તુળ એકઠુ થતુ હોય સતત ચર્ચાનો દોર શરુ રહે છે.

આ ચર્ચાના દૌરના પગલે અમૂક વેપારીઓ કંટાળી ગયા હોઇ કેટલીક દુકાનોમાં અહી કોઇએ ચુંટણીની ચર્ચા કરવી નહી તેવા ના છુટકે પોસ્ટર મારવામાં આવ્યા છે. બીજી તરફ મતદારોના જાણવા મળતા વિચારો પ્રમાણે અમૂક મતદારો એવી મુંઝવણ અનુભવી રહ્યા છે કે પરીવાર અથવા ગ્રુપના સભ્યોએ ચૂંટણીના મેદાનમાં ઝપલાવ્યુ છે.

બંને પક્ષે ઘેર-ઘેર જઇ પ્રચાર શરૂ કરી દિધો છે. કોની સાથે રહેવુએ તકલીફ વાળુ છે બંને પક્ષે ખોટુ ન લાગે તે માટે મતદાન ના દિવસે કોઇપણ કારણસર મતદાનથી દુર રહીને આપણા વિશે ખોટી ગ્રંથી ન બંધાય તેવુ કેટલાંક મતદારોનું માનવું છે.

કદ પ્રમાણે વેતરવાના ખેલમાં હાર-જીતનંુ ચિત્ર ધુંધળુ

પાર્ટીની ટીકીટ ન મળ્યાનો કે અમોને ન પૂછાનો ધુધવાટ બંને પક્ષે છે. કદ પ્રમાણે વેતરવાનો ખેલ સમયને આધીન હતો. પરંતુ તે ખેલ હવે કયાંકને કયાંક ઉમેદવારોને નડી રહ્યો છે બ્રહ્મસમાજનો રોષ જાહેરમાં જોવા મળ્યો આવી તેને ખાળવા બ્રહ્મસમાજના આગેવાન નેતાઓને ડેમેજ કંટ્રોલની જવાબદારી સોપવામાં આવી છે. પરંતુ જેમનો રોષ જાહેર નથી થયો તે કંઇ દિશામાં ચાલેતે નક્કી થતુ નથી. જેના કારણે કોણ-કયાં કોને કદ પ્રમાણે વેતરે છે અને કોણ સોગઠી આંટી જાય છે તેવા બુધ્ધી પૂર્વકના રાજકીય દાવના કારણે કયાં વોર્ડમાં કોણ જીતેતે ચિત્ર છેવટ સુધી ધુંધળૂ રહેવાનું છે.(૧.૫)

(12:01 pm IST)