Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2018

જમ્મુના સુજવા કેમ્પ પર થયેલા હૂમલાની જગ્યાએ ગોંડલના બે જવાનો ફરજ પર

ગોંડલ તા. ૧૨ : ભારતીય સૈન્યમાં જોડાયેલ ગોંડલના બે યુવાનો જમુના સુંજવા ખાતે ફરજ બજાવી રહ્યા છે, આતંકવાદી હુમલાની જાણ થતાં જ ભારતીય ફૌજ હરકતમાં આવી ગઇ હતી અને ત્રણ આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી લીધાનું જણાવ્યું હતું સાથે બાકી રહેલા બે આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારીને જ જંપીશું તેવો હુંકાર કર્યો હતો.

આતંકવાદીઓને જડબાતોડ હુમલાનો જવાબ દેવામાં ગોંડલ તાલુકાના દેવચડી ગામે રહેતા અને ભારતીય સૈન્યમાં ગોંડલનું ગૌરવ વધારતા કિશન શિયાળા અને ગોંડલના લાલપુલ પાસે રહેતા પ્રદિપસિંહ જોડાયા છે, આતંકવાદી હુમલા અંગે કિશાન શિયાળાએ જણાવ્યું હતું કે આતંકવાદીઓ વહેલી સવારે જાડી તોડી ઘૂસ્યા હતા અને લોકોને બંધક બનાવ્યા છે, બાળકોના હાથ કાપી નાખ્યા છે તેમજ મહિલાઓને નગ્ન કરી દુષ્કર્મ પણ આચર્યું છે, ભારતીય સૈન્યના જવાનો દ્વારા ૫ આતંકવાદીઓમાંથી ત્રણને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે હજુ ઓપરેશન ચાલુ જ છે બે આતંકવાદીઓને ઠાર મારીને જ જંપીશું તેવો હુંકાર કર્યો છે. આતંકવાદીઓ દ્વારા માસુમ લોકો સાથે અતિ બર્બરતા આચરવામાં આવી હોય આતંકવાદીઓના મૃતદેહને હજુ પોલીસને સોંપવામાં આવ્યા નથી સંપૂર્ણ ઓપરેશન પૂરું થયા બાદ જ પોલીસને કાર્યવાહી કરવા દેવામાં આવશે તેમભારતીય સૈન્યના જવાનોએ જણાવ્યું હતું.(૨૧.૧૬)

(12:00 pm IST)