Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2018

કોલકીની કન્યા વિદ્યાલયમાં શિયાળુ રમોત્સવ

 ઉપલેટાઃ તાલુકાના કોલકી ગામે બી.ડી.ટીલવા કન્યા વિદ્યાલય ખાતે વિદ્યાર્થીની બહેનો માટે શિયાળુ રમોત્સવની ઉજવણી કરવામાં આવેલ. આ કાર્યક્રમ અંતર્ગત ૧૦૦ મીટર દોડ, ત્રીપગી દોડ, લીંબુ ચમચી, કોથળા દોડ, સ્લો સાઇકલીંગ, લોટ પૈસા, મહેંદી સ્પર્ધા, હેર સ્ટાઇલ મેકીંગ, સંગીત ખુરશી વિગેરે સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલ. વિજેતા બહેનોને શ્રી કોલકી કેળવણી મંડળ દ્વારા રોકડ ઇનામ અને શાળા દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવેલ. આ કાર્યક્રમમાં રસીકભાઇ ભાલોડીયા અને ચંપકભાઇ કણસાગરા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન ઉષાબેન નંદાણીયા અને ચંદ્રીકાબેન સુવાએ કરેલ. કાર્યક્રમને સફળ બનાવવા આચાર્યના માર્ગદર્શન નીચે સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી હતી. રમોત્સવ વિવિધ સ્પર્ધાની તસ્વીરો.

(9:32 am IST)