Gujarati News

Gujarati News

News of Wednesday, 12th January 2022

જુનાગઢ જિલ્લામાં છેલ્લા ૧૦ દિવસમાં રોજનાં રર કોરોના પોઝીટીવ કેસ

ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાનો ફૂંફાડો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૧રઃ  જુનાગઢ જિલ્લામાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનો ફૂંફાડો શરૂ થતાં નવા કેસ સતત વધવા લાગ્યા છે.

જિલ્લામાં છેલ્લા ૧૦ દિવસમાં રોજનાં રર કોરોના પોઝીટીવ કેસ આવ્યા હતા. પાછલા ૧૦ દિવસ દરમ્યાન જિલ્લામાં કોરોનાના રર૦ કેસની એન્ટ્રી થઇ હતી.

જેમાં જુનાગઢ શહેરી વિસ્તારમાં ૧૮૭ અને જિલ્લામાં ર૩ કેસ આવતા હવે સીટી એરીયામાંથી કોરોનાએ ગામડાઓમાં પગદંડો જમાવવાનું શરૂ કર્યુ છે.

ગ્રામ્ય કક્ષાએ કોરોનાના કેસ વધતા તંત્રએ ટેસ્ટીંગ સહિતની કામગીરી વધારી દીધી છે. ગામડાઓમાં કોરોનાનાં ફુંફાડા પાછળ ગ્રામજનોની લાપરવાહી કારણભૂત માનવામાં આવે છે. ગામડાના માસ્ક પહેરવું, સોશ્યલ ડિસ્ટન્સ જાળવવું સહિતની કોવિડ ગાઇડ લાઇનનું પૂર્ણપણે પાલન થતુ ન હોવાનું માનવામાં આવી રહ્યું છે.

(12:57 pm IST)