Gujarati News

Gujarati News

News of Wednesday, 12th January 2022

સુત્રાપાડાના લાટીમાં પુર્વ સરપંચે વિજકર્મીને ફરજમાં રૂકાવટ કરતા ફરીયાદ

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૧૨: સુત્રાપાડા તાલુકાના લાટી ગામે પી.જી.વી.સી.એલ દ્રારા વિજ કામગીરીમાટે પુરવઠો બંધ કરેલ હોય તે દરમ્યાન ગામના પુર્વ સરપંચ સહીતનાબે શખ્સો દ્રારા વિજ કર્મચારીને ફોન કરી કોના હુકમથી વિજ પુરવઠો બંધ કરેલ છે  તેમ કહી બિભત્સ શબ્દો બોલી મારમારવાની ધમકી આપતા સુત્રાપાડા પોલીસમાં ગુનો નોંધાવેલ છે.

સુત્રાપાડા પોલીસમાં પ્રાપ્પ વિગત મુજબ આસી.લાઈનમેન તરીકે વિજ કચેરીમાં ફરજ બાજવતા અરજન જીવાભાઈ બારડ ઉ.૪૧ સહીતનો સ્ટાફ લાટી ગામે ટ્રાન્સફોર્મ બદલવા માટે વિજ પુરવઠો બંધ કરી કામગીરી કરેલ તે વખતે લાટી ગામના પુર્વ સરપંચ દાના સોલંકી તથા જેન્તી દાના બારડ નામના બન્ને શખ્સોએ ફોન ઉપર કહેલ કે કોના હુકમથી વિજ પુરવઠો બંધ કરેલ છે તેમ કહી બીભત્સ શબ્દો બોલી ટાટીયા ભાગી નાખવાની ધમકી આપેલ હોવાની ફરીયાદ સુત્રાપાડા પોલીસમાં નોધાવતા પોલીસે ફરજમાં રૂકાવટ સહીતની કલમો હેઠળ ગુનો નોધી તપાસ હાથ ધરેલ છે.

મોત

સુત્રાપાડા તાલુકામાં આવેલ સીઘ્ધી સિમેન્ટ ફેકટરીમા ટીફીન પહોંચાડવા મોટરસાઈકલ ઉપર જઈ રહેલ તે વખતે ટ્રકચાલકે હડફેટે લેતા મોટરસાઈકલમાં પાછળ બેસેલ યુવાનનું મૃત્યુ નિપજેલ જયારે ચાલકને ઈજાઓ સાથે હોસ્પીટલમાં ખસેડેલ છે.

સુત્રાપાડા પોલીસે જણાવેલ હતું કે અમરાપુર ફાટક પાસે ગોપનાથ હોટલથી સીઘ્ધી સિમેન્ટ મોરાસા ફેકટરીમાં ટીફીન પહોચાડવા ચિરાગભાઈસાવલીયા તથા સાગવ ચાવડા બન્ને મોટર સાઈકલ માં જઈ રહેલ તે વખતે રસ્તામાં થરેલી ગામ પાસે ટ્રક નં. જીજે.૧૮.બીટી.૧૩૧૩ના ચાલકે બેફીકરાઈથી ટ્રક ચલાવી મોટર સાઈકલ ને હડફેટે લેતા પાછળ બેસેલ સાગરભાઈ ને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોચતા તેમનું મૃત્યુ નિપજેલ જયારે ચિરાગભાઈને ઈજાઓ સાથે હોસ્પીટલમાં સારવારમાં ખસડેલ છે આ અકસ્માત અંગે મૃતક સાગરભાઈના પિતા રામભાઈ ચાવડાએ સુત્રાપાડા પોલીસમાં ફરીયાદ નોધાવતા વધુ તપાસ હાથ ધરેલ છે.

(12:56 pm IST)