Gujarati News

Gujarati News

News of Wednesday, 12th January 2022

વાંકાનેરના ધર્મનગર ગ્રામ પંચાયત હેઠળનાં વિસ્તારમાં ગંદકી, લાઇટ રસ્તાની સમસ્યા

લતાવાસીઓ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને આવેદન

વાંકાનેર, તા.૧૨: વાંકાનેરમાં પંચાસર રોડ પાસે ધર્મનગર ગ્રામ પંચાયતમાં ધર્મનગર સોસાયટી, મહાદેવ નગર, કિશાન સોસાયટી આ દરેક વિસ્તારમા પાણીનો નિકાલ થતો નથી અને ભૂગર્ભ ગટર નો હોવાથી ગંદકી પાણી ભરાય છે તેમજ આ વિસ્તારમાં ડામર રોડ પણ નથી લાઈટ થાંભલામાં જાયતો જે જે વિસ્તારમાં રહેવાસી હોય એને લાઈટ ચાલુ કરાવી પડી આ વિસ્તારમાં સફાઈ કરવા પણ કોઈ આવતું નથી આ ધર્મનગર વિસ્તારમાં આશરે ૧૫૦૦ લોકો છે અને સુવિધા નામે સાવ મીંડું ? આ વિસ્તારના સરપંચ શ્રી એ કહેલ કે બે વાર મુખ્યમંત્રી શ્રી સુધી રજુઆત કરેલ છે પરંતુ ગ્રામ પંચાયતને ગ્રાન્ટ ન મળવાથી કોઈ કામ થતા નથી.

ધર્મનગરના પ્રશ્નો અંગે વાંકાનેર તાલુકા વિકાસ અધિકારી સમક્ષ આવેદન પત્ર ટી, ડી, ઓ ગાંધીનગર ગયેલ હોવાથી ઇન્ચાર્જમાં ટી.ડી.ઓના ઇન્ચાર્જમાં શ્રી બિપીનભાઈ સોંલકીને આ વિસ્તારના રહેવાસીઓ જેમા ધર્મ નગરના રહેવાસી અને પત્રકારને હિતેષભાઈ રાચ્છ, પરીક્ષિતભાઈ પંડ્યા, ડાયાભાઈ ધરોડિયા, દિનેશભાઈ મગનભાઈ પ્રજાપતિ, હરેશભાઈ પીલોજપરા, કાનાભાઈ, મહેતા, રમેશભાઈ મહેતા, અહેમદભાઈ હુંશેનભાઈ, અરવિદભાઈ પીલોજપરા તથા આ વિસ્તારના રહેવાસીઓએ સામુહિક મળીને લેખિત આવેદન પત્ર આપેલ અને ટી.ડી.ઓ જયોતિબેનને કહેલ કે હમણાં જ સરપંચ સાથે વાત કરૃં છું ગંદકી તાત્કાલિક દૂર કરવાનું કહું છું અને હું બે દિવસમાં તમારા વિસ્તારમાં આવીને રૂબરૂ મુલાકાત લઇશ.

(12:13 pm IST)