Gujarati News

Gujarati News

News of Wednesday, 12th January 2022

સૌરાષ્ટ્ર-કચ્છમાં સ્વામી વિવેકાનંદ જન્મજયંતિની ઉજવણી

પ્રતિમાને પુષ્પાંજલી, રાષ્ટ્રીય યુવા દિવસ નિમિતે કોરોના ગાઇડ લાઇનના પાલન સાથે સમુહમાં વંદે માતરમ ગાન, વકતવ્ય, ગીત-ચિત્ર સ્પર્ધા સહિતના કાર્યક્રમો

રાજકોટ તા. ૧ર :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે.

આજે સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી.

આ ઉપરાંત સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ દિવસને રાષ્ટ્રીય યુવા દિવસ નિમિતે કોરોના ગાઇડલાઇનના પાલન સાથે સમુહમાં વંદે માતરમ ગાન, વકતવ્ય, ગીત-ચિત્ર સ્પર્ધા સહિતના કાર્યક્રમો યોજાયા છે.

જૂનાગઢ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ : સ્વાધીનતા અમૃતપર્વ નિમિત્તે એ રાષ્ટ્રનાં અમર આત્માઓને વીરાંજલી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. સમાજના કાર્યક્રમથી આપણા પૂર્વજોના પરાક્રમ,શોર્ય,સાહસ અને રાષ્ટ્રીય ભકિત સાથે પરિચિત કરવાનો સુવર્ણ અવસર પ્રાપ્ત થયો છે.

સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ રાષ્ટ્રીય યુવા દિન દિનાંક ૧૨ જાન્યુઆરી – ૨૦૨૨ને બુધવાર સવારે ૧૧ કલાકે સંપૂર્ણ સમાજ એકત્રિત થાય. જૂનાગઢ જિલ્લાની સરકારી ખાનગી શાળા,ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના સહયોગથી કોલેજો,કૃષિ યુનિવર્સિટી, આંગણવાડી,ગુજરાત યોગ બોર્ડના યોગ કેન્દ્ર,મોટી હવેલી સાથે એમની પાઠશાળા, ગૌશાળા,પુષ્ટિ સંસ્કાર ધામ,હરિઓમ યુવક મંડળ દ્વારા વિવિધ ૭૦ યુવક મંડળ,ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા માંગનાથ, એમ.જી.રોડ,ઢાલ રોડ,કાળવા ચોક, જવાહર રોડ,જોષીપરા જી.આઇ.ડી.સી. દાણપીઠ,માર્કેટીંગ યાર્ડ વેપારીઓ ઉદ્યોગો,ભવનાથ,ભારતી આશ્રમ,ગુરૂ ગોરખનાથ આશ્રમ,વિવિધ ધાર્મિક સ્થાનો,જૂનાગઢ જિલ્લાના વિવિધ બસ સ્ટેશન,રેલ્વે સ્ટેશન,મેડિકલ કોલેજ,કે જે નિદાન કેન્દ્ર,ડો.પાનસુરીયા દ્વારા હોસ્પિટલમાં, સોસાયટી–એપાર્ટમેન્ટ, ગરબી મંડળો, ગૌશાળા, સખી મંડળની બહેનો દ્વારા જૂનાગઢ નગરના દરેક વોર્ડમાં દરેક જગ્યાએ સમૂહમાંવંદે માતરમ્ઙ્ગગાનનું આયોજન થયું છે.

કૃષિ યુનિવર્સિટીના એફ.એમ થી રોજ સવારે ૯.૦૦ અને સાંજે ૫.૦૦ સાથે જી.ટી.પી.એલ પરથી ૧૨ જાન્યુઆરી સવારે ૧૧ વાગ્યે વંદે માતરમ્ ગાન થવાનું છે.

આ કાર્યક્રમનાં અનુસંધાને વકતવ્ય,ગીતસ્પર્ધા,ચિત્રસ્પર્ધા એમ અનેકવિધ જાહેર કાર્યક્રમોનું આયોજન થયું છે.વંદે માતરમગીતના અભ્યાસ વર્ગ, વંદે માતરમગાનનો ઇતિહાસ સાથેવંદે માતરમ ગાનનો ઓડિયો પણ ઉપ્લબ્ધ કરાવેલ છે. આ બધા કાર્યક્રમોનો આત્માવંદે માતરમહશે.

સરકારશ્રીના જાહેરનામાને અનુસરીને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવવાનું છે. શાળા કોલેજોમાં જયા ઓનલાઇન શિક્ષણ ચાલુ થયુ છે ત્યા વિદ્યાર્થીઓ સાથે વાલીઓ પણ જોડાવવાનું આયોજન કર્યુ છે.

સ્વાધીનતાના અમૃત પર્વ પર વિરાંજલી કાર્યક્રમમાં રાષ્ટ્રભાવનાં સંસ્કારોના સિંચન સાથે સાથે,એકી સાથે એક સ્વરમાં નામી અનામી વિરોને દરેક સ્થળે સમુહગાનથી શ્રધ્ધાસુમન એટલે વંદે માતરમ. માધવ સ્મારક સમિતિ જૂનાગઢ દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યુ છે.

(11:24 am IST)