Gujarati News

Gujarati News

News of Wednesday, 12th January 2022

કોડીનારના કાજ ગામે ગૌચરની જમીનનું દબાણ દૂર કરવા ગયેલ તંત્રનો વિરોધ : લોકો જમા થતા JCBની દિશા બદલવી પડી

 

કોડીનાર,તા. ૧૨ : કોડીનારના કાજ ગામે ગોચરણ ની જમીન ના દબાણ દુર કરવા ગયેલા પ્રસાશન અને ગામ લોકો આમને સામને થતા જેસીબીની દિશા બદલાવવી પડી હતી.

વિરોધ કરનાર અમરસિંહ ભાઈ પરમાર ને ૫/૫/૨૧ ના રોજ મામલતદાર દ્વારા નોટીસ આપવામાં આવી હતી દબાણ માટે વિરોધ પ્રદર્શન એટલી હદે વધીગયુહતુ કે અધિકારીઓ ની રૂબરૂ મા અમરસિંહભાઈ પર મારે કેરોસીન છાટી સળગવા પ્રયત્ન કરે તે પહેલાં પોલીસે અમરસિંહ ભાઈ સીવાઈ બેવયકતીની ધરપકડ કરીને મામલતદારમા જામીન ઉપર છોડવામાં આવ્યા.

કોડીનાર તાબાના કાજ ગામે ગૌચરણ પેસ કદમી નો વિરોધ વરસોથી ચાલ્યો આવે છે ઘણાં ઉપવાસ આદોલન થયાં બાદમાં ૨૦૧૯ હાઈકોર્ટેમા આઇપીસી વરસાબેન પરમાર. રણજીત ભાઈપરમાર કરશનભાઈ પરમાર તથા મહેશભાઈ પરમાર ના નામે દાખલ કરવામાં આવી જેમાં કોટે ગૌચર દબાણ દુર કરી રીપોર્ટ કરવા અધિકારીઓ ને તાકીદ કરતાં અધીકારી ઓમા ડેપ્યુટી કલેકટર અવની બેન હરણ. મામલતદાર કે. જે. મારૂ. સહીતના અધિકારીઓ તથા પોલીસ કાફલો સ્થાનિક તલાટી સહિત ગોચરણ ની જમીન ના દબાણ દૂર કરવા મોટા પોલીસ કાફલા સાથે પહોંચ્યું હતું. ત્રણ જેસીબી અને મોટા પોલીસ કાફલા જુના કાજ ગામે ગોચરણ માં આવેલા મકાનો નું ડેમોલેશન કરવા પહોંચ્યા હતા. જો કે ગામ લોકો એ ભેગા મળી જોરદાર વિરોધ કરતા જેસીબી ડેમોલિસન કર્યા વિનાજ કાઢવા ની ફરજ પડી હતી. જયારે સ્થળ પર હાજર અધિકારીઓના મતે ગૌચરણ ખાલી કરવાનો કોર્ટ નો આદેશ છે. જેમાં ઘણા મકાનો પણ આવે છે.

જોકે કાજ ગામે ઝીંગા ફાર્મનો વિવાદ કોઈ નવી વાત નથી. આ પહેલા પણ અનેકવાર સરકારી બાબુઓ આવ્યા અને જતા રહ્યા. કાજ ગામમાં ગેરકાયદેસર ઝીંગા ફાર્મને તોડી પાડવા લઈ અનેકવાર બાબુઓ આવ્યા અને બબાલ કરી જતા રહ્યા. અને એટલેજ ગામનાનવાવરાયેલાસરપંચ મહેશ ભાઈ પરમારસહીતલોકો રોષે ભરાયા. કાજ ગામના લોકોનું કહેવું છે કે કોર્ટે ગોચરણ માં આવેલા ઝીંગા ફાર્મને બે વખત તોડી પાડવામાં આવ્યા. પરંતુ પ્રસાશન થોડા મહિના અગાઉ માત્ર દેખાવ કરી જતું રહ્યું હતું. હવે ફરી કોર્ટે ગોચર ની જમીન ખાલી કરવા આદેશ કર્યો છે. ત્યારે તંત્ર ઝીંગા ફાર્મ તોડવા ના બદલે લોકો એ ગોચરમાં બનાવેલા મકાનો તોડી રહ્યું છે. અને જે પણ કોઈ જાણકારી કે નોટિસ વગર. જો લોકોના મકાન તોડી પાડવા હોય તો પહેલા ઝીંગા ફાર્મ તોડી પાડવા આવે ત્યારબાદ જ ગામના લોકો ના મકાનો પર બુલડોઝર ચલાવે. અને એટલે જ અમે વિરોધ કરી રહ્યા છે. અને જો તેમ છતાં તંત્ર નહિ માને તો અમે ફરી એક વખત કોર્ટ ના દરવાજા ખટખટાવીશુ તેવું યાચિકા કરનાર કહેતાં હતાં પરંતુ તંત્ર અડગ રહ્યા છે ત્યારે દબાણ હટાવની ફરિયાદ કરનાર કેરોસીન છાટી તંત્રને ડરાવવા જતાં તેણે ધરપકડ કરવી પડી.

(11:07 am IST)