Gujarati News

Gujarati News

News of Wednesday, 12th January 2022

ગોંડલમાં ઉતરાયણની તૈયારીઃ કોરોનાનું નડતર છતાં પતંગ રસિયાઓનો ઉત્સાહ બરકરાર

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા.૧૨: ધાબા પર ડીજેની ધમાલ અને ચીકી, ઉંધીયાની જહાફત વચ્ચે પતંગ ચગાવવા ની મજા કઇક અનેરી જ હોય છે. કોરોનાની ત્રીજી લહેરના ગ્રહણ વચ્ચે બજારોમાં અવનવી ડિઝાઇનની પતંગોના સ્ટોલ ખુલી રહ્યા છે. આ વખતે પતંગ, દોરી ગત વર્ષની સરખામણીમાં ચાલીસ ટકા મોંઘા છે. ફેન્સી પતંગો તથા અવનવી ડિઝાઇન,વેલકમ ૨૦૨૨ સહીત પતંગો ની આઇટમો જોવા મળી રહીછે.હાલ ખરીદી માં ઠંડો માહોલ છે.પણ છેલ્લી દ્યડીએ પતંગ રસિયાઓ ખરીદી કરવા નિકળી પડે તેવી શકયતા છે.

(10:37 am IST)