Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

મકરસંક્રાંતિએ ગોંડલમાં ઇષ્‍ટદેવ શ્રી માંધાતા દેવનો મૂર્તિ પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવ

યજ્ઞ, જ્ઞાતિ ભોજન, નવકુંડ વહન સહિતના કાર્યક્રમો યોજાશેઃ કોરોના મહામારીની ગાઇડ લાઇનનું પાલન કરાશે

ગોંડલ, તા. ૧ર : મકરસંક્રાંતિના દિવસે કોળી સમાજના ઇષ્‍ટદેવ શ્રી માંધાતા દેવનો પ્રાગટય દિવસ હોઇ આ નિમિતે શ્રી માંધાતા ગ્રુપ-ગુજરાત દ્વારા ઇષ્‍ટદેવ શ્રી માંધા મૂર્તિ પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવનું આયોજન શ્રી માંધાતા ગ્રુપ-ગુજરાતના સ્‍થાપક ભુપતભાઇ ડાભીના માર્ગદર્શન નીચે ભવ્‍ય રીતે ઉજવાશે.

આ પ્રાગટય મહોત્‍સવની ઉજવણીના ભાગરૂપે તા.૧૪-૧-ર૦ર૧, ગુરૂવારના રોજ વિવિધ ધાર્મિક આયોજનો તેમજ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં મહા મંડલેશ્વર ૧૦૦૮ શ્રી હરિચરણદાસજી મહારાજ તથા ભુવનેશ્વરી પીઠના આચાર્ય શ્રી ઘનશ્‍યામ મહારાજશ્રી તથા અક્ષરમંદિર ગોંડલના કોઠારી સ્‍વામી, દિવ્‍ય પુરૂષ સ્‍વામી ઉપસ્‍થિત રહી બધાને આર્શિવચન આપશે. આ કાર્યક્રમના અધ્‍યક્ષ તરીકે ગુજરાત રાજયના કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા તથા ભાજપ રાષ્‍ટ્રીય ઉપાધ્‍યક્ષા શ્રીમતી ભારતીબેન શિયાળ તથા રાજય સરકારના મંત્રી પરષોતમભાઇ સોલંકી તેમજ ગુજરાત રાજય કોળી સમાજના પ્રમુખ કાળુભાઇ ડાભી, સાંસદ રાજેશભાઇ ચુડાસમા, કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા, સાંસદશ્રી રમેશભાઇ ઘડુક, ધારાસભ્‍ય ગીતાબા જે. જાડેજા, જેન્‍તીભાઇ ઢોલ, તેમજ બક્ષીપંચ મોરચો ગોંડલ શહેરના પ્રમુખ ચંદુભાઇ ડાભી આગેવાનો તેમજ સંતો મહંતો આ કાર્યક્રમમાં હાજરી આપશે.

આ કાર્યક્રમ દરમ્‍યાન નવકુંડલ હવનનું (પ૧-યજમાન) દ્વારા હવનનું તથા મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવેલ છે.

છેલ્લા ૧૩ વર્ષથી ગોંડલમાં કોળી સમાજના આગેવાન ભુપતભાઇ ડાભી અને પૂર્વ નગરપતિ ચંદુભાઇ ડભાી, મહેશભાઇ ગોહિલ માર્ગદર્શન નીચે ઉજવાઇ રેહલ છે. આ વર્ષે કોરોનાને ધ્‍યાનમાં લઇ ઉજવણી કરશે.

આ સમગ્ર અદ્‌ભૂત પૂર્વ આયોજનને સફળ બનાવવા માંધાતા ઉત્‍સવ સમિતિના પ્રમુખ હિરેન ડાભી, મહેશજી કોલી, વિજય ગોહેલ, નાગરાજ જાદવ, પરેશ મકવાણા, કિશોર બાવળીયા તેમજ ગોંડલ શહેર તેમજ ગોંડલ તાલુકાના અનેક કાર્યકરો કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે.

કાર્યક્રમની રૂપરેખા

યજ્ઞઃ                તા.૧૪--૧-ર૧, ગુરૂવાર, સવારે ૮-૦૦ કલાકે

પ્રાણ પ્રતિષ્‍ઠા :      તા. ૧૪-૧-ર૧, ગુરૂવાર, સવારે ૧૦-૦૦ કલાકે

જ્ઞાતિ ભોજન :       તા. ૧૪-૧-ર૧, ગુરૂવાર, બપોરે ૧૧-૩૦ કલાકે

કાર્યક્રમ સ્‍થળ :      માંધાતા આશ્રમ, વોરા કોટડા રોડ, ગોંડલ

(1:05 pm IST)