Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

મોરબી કલેકટર કચેરી રોડ પર બે દુકાનોને નિશાન બનાવી તસ્કરો દાગીના ચોરી ગયા

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા.૧૨: બનાવની મળતી માહિતી મુજબ મોરબીના સો ઓરડી રોડ પર કલેકટર કચેરી નજીકના વિસ્તારમાં એક રાત્રીના બે દુકાનના તાળા તોડી તસ્કરો દાગીના ચોરી કરી ગયા છે જે બનાવ મામલે વાંકાનેરના રહેવાસી અશોકભાઈ કાનજીભાઈ વામજા પ્રજાપતિએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે સેવા સદન મેઈન રોડ પર આવેલ તેની સ્વસ્તિક સિલ્વર હાઉસ નામની દુકાનનું શટર ઉચું હોય અને ચોરી થયાની જાણ થતા વાંકાનેરથી મોરબી આવ્યા હતા અને દુકાનમાં જોતા શટર અને ગ્રીલ તૂટેલ હોય દુકાનની ડિસ્પ્લેમાં રાખેલ ચાંદીના દાગીના આશરે ૩૦૦ ગ્રામ કીમત રૂ ૧૫ હજાર તેમજ સોનાના દાગીના કીમત રૂ ૫૦,૦૦૦ની ચોરી કરી ગયા છે જે અંગે સીસીટીવી કેમેરા ચેક કરતા રાત્રીના ત્રણેક વાગ્યાના અરસામાં ત્રણ ઈસમો દુકાનમાં ચોરી કર્યાનું જાણવા મળ્યું હોય તો કિશોરભાઈ હરિભાઈ પાટડીયાની તુલજા આશિષ સોની દુકાનમાંથી તસ્કરો ચાંદીના દાગીના કીમત રૂ ૮૦૦૦ ની ચોરી મળીને કુલ ૭૩ હજારની કિમતના દાગીનાની ચોરી થયાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે બી ડીવીઝન પોલીસે ચોરીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

(9:55 am IST)