Gujarati News

Gujarati News

News of Sunday, 12th January 2020

કાલે પાટણવાવનાં ઓસમ પર્વત ઉપર રાજ્યકક્ષાની આરોહણ -અવરોહણ સ્પર્ધા

જયેશભાઇ રાદડિયા સ્પર્ધાને ખુલ્લો મુકશે

ધોરાજી,તા.૧૧: ધોરાજી તાલુકાના પાટણવાવ ખાતે આવેલ ઓસમ પર્વત રાજય સરકાર દ્વારા પવિત્ર યાત્રાધામમાં સમાવેશ કર્યા બાદ પ્રથમ વખત પર્વતારોહણ આરોહણ અવરોહણ સ્પર્ધા નું ભવ્ય આયોજન સરકાર દ્વારા કરવામાં આવેલ છે ત્યારે આવતીકાલે રવિવારના રોજ રાજયના કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા ના વરદ હસ્તે સ્પર્ધાની ખુલ્લી મુકાશે બંધ વિજેતા સ્પર્ધકોને શિલ્ડ અને મોમેન્ટો અર્પણ કરી સન્માનવામાં આવશે

આ પ્રસંગે રાજય સરકારના વિવિધ અધિકારી શ્રી ઓ તેમજ રાજકોટ જિલ્લાના ધારાસભ્યશ્રી પોરબંદરના સાંસદ સભ્યશ્રી તેમજ રાજકીય અને સામાજિક ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહેશે

રાજકોટના એડી. કલેકટર પરિમલ પંડ્યાએ ધોરાજી તાલુકાના પાટણવાવ ઓસમ પર્વત પર તારીખ બાળને રવિવારના રોજ સ્પર્ધાના અંગે જાહેરનામું પ્રસિદ્ઘ કરતા જણાવેલ કે ઓસમ ડુંગર આરોહણ-અવરોહણ સ્પર્ધા, પ્રવાસીઓ-યાત્રાળુઓ માટે બપોરે ૧૨ સુધી પ્રતિબંધ સ્પર્ધકોને ખલેલ ન પડે તે માટે એડી. કલેકટરનું સ્પે. જાહેરનામુંઙ્ગ ગુજરાત સરકારનાઙ્ગ રમત-ગમત,ઙ્ગ યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અને કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવતિૃઓ, ગાંધીનગર આયોજીત અને રાજકોટ જિલ્લાઙ્ગ વહીવટી તંત્રની રાહબરી નીચે જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી સંચાલિત ગુજરાતઙ્ગ રાજયનાં યુવક/યુવતિઓ માટેની પ્રથમ વાર ઓસમ પર્વત આરોહણ-અવરોહણઙ્ગ (રાજયકક્ષા) સ્પર્ધા-૨૦૧૯-૨૦ આગામી તા. ૧૨ને રવિવાર ના રોજ પાટણવાવ, ઓસમ પર્વત, ખાતે યોજાનાર છે. આ સ્પર્ધાના કારણે ઓસમ પર્વત ઉપર જતા પ્રવાસીઓ,ઙ્ગ યાત્રાળુઓ કે અન્ય વ્યકિતઓના કારણે આ સ્પર્ધામાં ભાગ લેતા યુવક/યુવતિઓની ટુકડીઓને સ્પર્ધામાં સંભવીત અંતરાય કે ખલેલ ઉભી થવાની પુરેપુરી શકયતા રશેલ હોય આવા સંજોગોમાં સંભવીત અંતરાય કે ખલેલ નિવારવાના હેતુ માટે આ સ્પર્ધા દરમ્યાન ઓસમ પર્વતના સીડીના પગથીયા ઉપર આવવા જવા માટેનું પ્રતિબંધક જાહેરનામું પ્રસિધ્ધ કરવા માટેજાહેેેર કર્યું છે.

ગુજરાત પોલીસ અધિનીયમ-૧૯૫૧ ની કલમ ૩૩(૧)(બી) આ જાહેરનામાનો ભંગ કે ઉલ્લંદ્યન કરનાર વ્યકિત સને ૧૯૫૧ના ગુજરાત પોલીસ અધિનીયમ આંક-રર ની કલમ ૧૩૧માં દર્શાવેલ શિક્ષાને પાત્ર બનશે. તેમ જાહેરનામામાં જણાવેલ હતું.

(11:34 am IST)