Gujarati News

Gujarati News

News of Sunday, 12th January 2020

કચ્છ સરહદે ફરી પાકિસ્તાનની સેનાની હિલચાલ : સુરક્ષા એજન્સી સતર્ક

સરહદ પર ચાંપતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ : કોઠાવારી ક્રિક વિસ્તાર સામે પાકિસ્તાની સેનાની અવર-જવર વધી

કચ્છ સરહદે ફરી એકવાર પાકિસ્તાની સેનાની હિલચાલ વધી છે. ભારત-પાકિસ્તાન બોર્ડર નજીક કોઠાવારી ક્રિક વિસ્તાર સામે પાકિસ્તાની સેનાની અવર-જવર વધતા ભારતીય સેના તેમજ સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. સરહદ પર ચાંપતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે. છેલ્લા ઘણા સમયથી પાકિસ્તાન કચ્છ સરહદ નજીક પોતાની ગતિવિધિ તેજ કરી રહ્યું છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા આંતરરાષ્ટ્રીય જળસીમા પાસે કરોડોના ડ્રગ્સ સાથેની બોટ તેમજ પાંચ પાકિસ્તાની ડ્રગ્સમાફિયાઓ પકડાયા હતા. ડ્રગ્સ પકડાયા બાદ ભારતીય સેનાએ સરહદ પર ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે. ત્યારે ફરી એકવાર પાકિસ્તાની સેનાની ચહલ-પહલથી ભારતીય સીમા નજીક સતર્કતા વધારવામાં આવી છે .

(12:32 am IST)