Gujarati News

Gujarati News

News of Saturday, 11th December 2021

કચ્છમાં લોક અદાલત: જિલ્લાની દરેક કોર્ટમાંથી કુલ 5,500 નાના કેસો મુકાયા

લગ્ન સંબંધી કેસો, વીમા કંપનીના કેસો, ચેક બાઉન્સના કેસો તેમજ અન્ય નાના કેસો મુકાયા

કચ્છમાં જિલ્લાની દરેક કોર્ટમાં લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા કચ્છમાં શનિવારે લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વખતે જિલ્લાની દરેક કોર્ટ દ્વારા લોક અદાલતમાં મૂકી શકાય તેવા નાના કેસો શોધી તેનો નિકાલ લાવવનું પ્રયાસ કરવામાં આવ્યું હતું.

જિલ્લાની દરેક કોર્ટમાં ભેગા કરી કુલ 5,500 આવા નાના કેસો લોક અદાલતમાં મુકાયા હતા જેમાં લગ્ન સંબંધી કેસો, વીમા કંપનીના કેસો, ચેક બાઉન્સના કેસો તેમજ અન્ય નાના કેસો મુકાયા હતા.

(12:40 am IST)