Gujarati News

Gujarati News

News of Saturday, 11th December 2021

જામ ખંભાળીયાના સલાયા બંદર ખાતે NDRF અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકોને જાગૃતિ અંગે સેમિનાર યોજાયો

વાવાઝોડા અને ધરતીકંપ જેવી સ્થિતિ સર્જાઈ તેમાંથી બચવા માટે લોકોને માહિતગાર કરાયા

કૌશલ સવજીયાણી દ્વારા ) ખંભાળીયા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા તાલુકાના સલાયા બંદર ખાતે NDRF અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકો ને જાગૃતિ અંગે નો સેમિનાર યોજાયો જેમાં લોકો ને આપાતકાલીન સ્થિતિ માં વાવાઝોડા અને ધરતીકંપ જેવી સ્થિતિ સર્જાઈ તેમાંથી બચવા માટે લોકો ને માહિતગાર કરવામાં આવ્યા હતા.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા બંદર ખાતે NDRF ની 6 બટાલિયન અને સલાયા મરીન પોકિસ તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકો ને જાગૃતિ અંગેની માહિતી અપાઈ હતી ખંભાળિયા ના સલાયા બંદર ખાતે આવેલ બંદર પર વાવાઝોડા સમયે કુદરતી આફત પર લોકો ને સમજાવવામાં આવી રહ્યા છે અને આ પ્રકારે ની સ્થિતિ જો સર્જાય તો એ પરિસ્થિતિ ને કઈ રીતે લોકો ને તે પરિસ્થિતિ માંથી બહાર નીકળવું તે અંગે સૂચનો અને ડેમો કરી બતાવવામાં આવ્યા હતા જેમાં ખંભાળીયા મામલતદાર , જિલ્લા ફાયર ચીફ ઓફિસર સલાયા મરીન પોલીસ મથક ના પીઆઇ તેમજ NDRF ના જવાનો સહિત સ્થાનિક અગ્રણીઓ આ સમગ્ર કાર્યક્રમ માં હાજર રહ્યા હતા..

(7:49 pm IST)