Gujarati News

Gujarati News

News of Saturday, 11th December 2021

વાહનોને આંતરી લૂંટને અંજામ આપી છેલ્લા ૧૫ વર્ષથી ફરાર મધ્યપ્રદેશની લૂંટ અને ધાડ કરતી ગેંગના મુખ્ય સુત્રધારને સુરેન્દ્રનગરના વડાલી ખાતેથી પકડી પાડતી જામનગર પેરોલ ફર્લોસ્કવોડ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૧: જીલ્લા પોલીસ અધિક્ષક દીપન ભદ્રનની સુચના તેમજ એલ.સી.બી. ના ઇન્ચાર્જ પો.ઇન્સ. એસ.એસ.ના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્કવોડના પો.સ.ઇ.શ્રી એ.એસ.ગરચર તથા સ્ટાફના માણસો પેરોલ ફર્લો/નાસતા ફરતા ગુનેગારોને શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતા.

દરમ્યાન સ્ટાફના કાસમભાઇ બ્લોચ,ગજેન્દ્રસિંહ જાડેજા,લખધીરસિંહ જાડેજાને બાતમી મળેલ કે જામનગર જીલ્લાના જામજોધપુર પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૫૦/ર૦૦૬, ઇ.પી.કો. કલમ ૩૯૫,૩૪૨ર,૩૩૨ વિ.મુજબ ગુનાના કામે નાસતો ફરતો આરોપી મગન નાનસિંગ રહે.-બડલીપાડા જી.ધાર મધ્યપ્રદેશ વાળો હાલ ચોટીલા તાલુકામાં વડાલી ગામે હાજર છે જે બાતમી હકીકત આધારે સદરહુ હકિકતવાળા ઇસમને વડાલી ગામ ખાતેથી પકડી પાડી આગળની કાર્યવાહી કરવા માટે જામજોધપુર પોલીસ સ્ટેશન સોપી આપેલ છે.

આ કામગીરી પેરોલ/ફર્લો સ્કવોડના પો.સ.ઈ શ્રી એ.એસ.ગરચર તથા પો. હેડ કોન્સ. લખધીરસિંહ જાડેજા,ગજેન્દ્રસિંહ જાડેજા, સુરેન્દ્રસિંહ ચૌહાણ, રણજીતસિંહ પરમાર, સલીમભાઇ નોયડા, કાસમભાઈ બ્લોચ, ભરતભાઇ ડાંગર, રાજેશભાઇ સુવા, મેહુલભાઇ ગઢવી તથા પો.કોન્સ. મહિપાલભાઇ સાદિયા ધર્મેન્દ્રભાઇ વૈષ્ણવ તથા અરવિંદગીરી ગોસાઇ તથા એલ.સી.બી. ના હેડ કોન્સ. નિર્મળસિંહ એસ.જાડેજા તથા લખમણભાઇ ભાટીયાનાઓ દ્વારા કરવામાં આવેલ છે.

(2:17 pm IST)