Gujarati News

Gujarati News

News of Saturday, 11th December 2021

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની ટાઉનશીપમાં મુકેશ અંબાણીના પૌત્રનો ઉજવાયો જન્મદિન :પત્રકારોને ૨ાા કલાક રાહ જોવડાવી પરત મોકલી દેવાયા !!!

રાજકોટ : જામનગરમાં આવેલ મોટી ખાવડી સ્થિત રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની ટાઉનશીપમાં શ્રી મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણીના પુત્ર પૃથ્વીનો ગઈકાલે પહેલા જન્મદિનની ઉજવણીના પ્રસંગે ક્રિકેટ સ્ટારો તથા સંગીતનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો.

પત્રકારોને આ પ્રસંગના કવરેજ માટે સાંજે સાડા છ વાગ્યે ટાઉનશીપના ગેઈટ પાસે પોતાની રીતે પહોંચી જવાની સૂચના મળતા જામનગરના પત્રકારો તેમજ ઈલેકટ્રોનિકસ મિડિયાના ૧૭ કર્મીઓ પોતાની રીતે ટાઉનશીપના ગેઈટે પહોંચી ગયા હતા જયાં ટાઉનશીપના સિકિયોરીટી રૂમમાં પત્રકારોને લઇ જવામાં આવેલ. પરંતુ પત્રકારોને લઇ જવામાં અઢી કલાકની રાહ જોયા બાદ રિલાયન્સ તરફથી શ્રી અંતાણી આવી પત્રકારો પાસે દિલગીરી વ્યકત કરી હતી કે પ્રોગ્રામ થોડો મોડો થયો હોવાથી આપને અમો ફોટોગ્રાફટ કે વિડિયો આપી શકીએ તેમ નથી કે કાર્યક્રમમાં લઇ જઇ શકીએ તેમ નથી. સૂચના મળ્યે આપને ઈ–મેઈલ મારફત મોકલાવી આપવામાં આવશે. આમ પત્રકારોને અઢી કલાકની તપસ્યા પછી ચા–નાસ્તો કરી પરત ફર્યા હતા. આ મહાકાય કંપની તેમના મેનેજમેન્ટની કામગીરીમાં અવલ નંબરે આવે છે તેમ છતા આટલા વર્ષોમાં પહેલી વાર ઉપરોકત બનાવ બનવા પામ્યો હતો જેથી પત્રકારોમાં નારાજગી વ્યાપી ગઈ હતી. આ લખાઈ રહયું છે ત્યારે પણ ગઈકાલે યોજાયેલ પ્રસંગની પત્રકારોને કોઈ ઓફીસીયલ માહિતી પ્રાપ્ત થવા પામી નથી. જો કે કેટલાક, અબબારોમાં ચોક્કસ તસ્વીરો પ્રસિધ્ધ થઇ છે તે કેવી રીતે મળી તેની અટકળો થઇ રહી છે.

(1:14 pm IST)