Gujarati News

Gujarati News

News of Saturday, 11th December 2021

ખેડૂતોની વેદના સાંભળી અંબુજાની લોઢવા ગામની માઈનીંગ ઉપર સુપ્રીમ કોર્ટની રોક

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૧૧: અંબુજા સિમેન્ટ કંપનીને કૃષિલક્ષિ કુલ ૫૯૧ હેકટર જમીનમાં લાઈમ સ્ટોન ખનીજનું માઈનીંગ કરવાની પરવાનગી કેન્દ્રનાં પર્યાવરણ જળ વાયુ હવામાન ફેરફાર મંત્રાલયએ વર્ષ ૨૦૧૬ માં આપવામાં આવેલ જે મંજુરી સામે લોઢવા ગામના ખેડૂતો એકજુઠ થઈ કિસાન સંદ્યર્ષ સમિતિ નામની બિનસરકારી સંસ્થા સ્થાપી અંબુજા કંપની સામે ન્યાયિક લડત લડવાનું નક્કી કરી  એન.જી.ટી કોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવેલ જેમના જાન્યુઆરી ૨૦૧૯ નાં અંતિમ ચુકાદામાં ખેડૂતો, વન્યજીવ, નદી-નાળા, પાણી, ખેતી, સમુદ્ર, તેમજ દ્યણી મહત્વપૂર્ણ બાબતો ઉપર થનાર વિપરીત અસરોને ધ્યાનમાં રાખ્યા વગર ચુકાદો આપતા આ ચુકાદા સામે કિસાન સંદ્યર્ષ સમિતિએ સર્વોચ્ચ ન્યાયાલય સુપ્રીમ કોર્ટમાં વર્ષ ૨૦૧૯ અપીલ દાખલ કરવામાં આવેલ, જેમની સુનાવણી તારીખ ૧૦ ડીસેમ્બરનાં રોજ હોનેબલ જસ્ટીશ શ્રીમતી ઇન્દિરા બેનર્જી ત્થા હોનેબલ જસ્ટીશ જે.કે મહેશ્વરીની સયુકત બેંચ સમક્ષ થયેલ જેમાં સંસ્થા વતિ ઉઠાવેલા મુદાઓમાં મુખ્યત્વ કલસ્ટર માઈનીંગની બાબત કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલ અહેવાલમાં બતાવવામાં આવેલ ન હોય તેથી સમગ્ર અસરગ્રસ્ત વિસ્તારમાં કલસ્ટર માઈનીંગથી થનાર અસરો તેમજ મંજુર થયેલ લીઝ વિસ્તાર અને તેમના દશ કીમિ ત્રિજીયામાં વસવાટ કરતા વન્યજીવો ઉપર પડનાર અસરોની દલીલો થયેલ જે દલીલોને અંતે અંબુજા સિમેન્ટ કંપની સહિત તમામ સરકારી વિભાગોને નોટીસ પાઠવી સવિસ્તાર સુનાવણી કરવાનો હુકમ કરવામાં આવેલ.

કેસમાં ઉપસ્થિત કરવામાં આવેલા સવાલો પ્રમાણે પર્યાવરણ, ઇકોલોજી, કોસ્ટલ લાઇન, જળચર અને દરિયાઇ જીવન, વન્યજીવ અને માનવી તેમજ ૩૦ હજાર વૃક્ષોનું નિકંદન કાઢવા સાથે, દરિયાઈ કાચબાના પ્રજલન માટેનાં મેદાનોને નુકશાન પહોચાડવા, તેમજ વડોદરા ઝાલા બંધારાનાં મહેમાન બનતા વિદેશી પક્ષીઓ તેમજ તેમના માળાઓ નુકશાની ન પહોચે તે માટે ખાણકામના કચરાના વૈજ્ઞાનિક નિકાલ માટે કોઈ યોજના ન હોવા તેમજ ભૂગર્ભ જળને નુકસાન, , પ્રદૂષણ નિયંત્રણ ઉપકરણોની સ્થાપના ન કરવી, વૃક્ષો માટે કોઈ પુનૅં રોપણી યોજના ન બનાવવી, ખાણકામ સ્થળ પર ડીજી સેટની ગેરકાયદેસર કામગીરી, તેમજ જે જમીન માઈનીંગમાં નષ્ટ થવાની છે તેમના માટે જમીનની ટોચની જાળવણી યોજનાનાં ઉપસ્થિત થતા પ્રશ્નો, ખેડૂતોની ખેતી લાયક જમીન ઉપર પરિવહન અને ખાણકામમાંથી ફેલાતી ધૂળને કારણે પાકને થતા નુકસાન માટે નિવારણ યોજના ન બનાવી હોવાથી, હવા અને અવાજનું પ્રદૂષણ. વાહનો અને ઉત્ખનન, ગામના મહેસૂલ નકશામાં ફેરફાર થવાની સંભાવનાઓ અને કુદરતી પાણીના સ્થાનમાં ફેરફાર થવાની શકયતાઓ તેમજ અડધોઅડધ ખાણકામ અનામત જંગલની જમીન પર પ્રસ્તાવિત થવાનું હોય, આના કારણે આ વિસ્તારની ધરતી માતાને ધરમૂળથી બદલી નાખશે જે સમગ્ર લોઢવા ગામના સામાજિક-પારિસ્થિતિક સંતુલનને વધુ નુકસાન પહોંચાડશે જેવા મુદાઓ માટે પર્યાવરણ મંજુરી આપવામાં આવેલ છે તે તદન ગેરબંધારણીય હોવાની પ્રતીતિ કરાવે છે, તેમજ સીઆરઝેડ નોટિફિકેશન-૧૯૯૧ ની ખામીઓને દૂર કરવા અને વધુ સારી રીતે અમલીકરણ માટે કેન્દ્ર સરકાર, દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા માછીમાર સમુદાયો અને અન્ય સ્થાનિક સમુદાયોને આજીવિકાની સુરક્ષા સુનિશ્યિત કરવા, દરિયાકાંઠાના વિસ્તારોના સંરક્ષણ અને રક્ષણ માટે, તેના અનન્ય પર્યાવરણ અને તેનો દરિયાઈ વિસ્તાર અને દરિયાકાંઠાના વિસ્તારોમાં કુદરતી જોખમોના જોખમો, ગ્લોબલ વોર્મિંગને કારણે દરિયાની સપાટીમાં વધારો, આથી દરિયાકાંઠાના વિસ્તારોને ધ્યાનમાં લઈને વૈજ્ઞાનિક સિદ્ઘાંતો પર આધારિત ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવા માટે કોસ્ટલ રેગ્યુલેશન ઝોન તરીકે આંદામાન અને નિકોબાર અને લક્ષદ્વીપના ટાપુઓ અને આ ટાપુઓની આસપાસના દરિયાઈ વિસ્તારોને છોડીને તેની પ્રાદેશિક જળ મર્યાદા સુધીનો જળ વિસ્તાર અને કોઈપણ ઉદ્યોગ, કામગીરી અથવા પ્રક્રિયાઓ અને ઉત્પાદનના સ્થાપન અને વિસ્તરણને પ્રતિબંધિત કરવા માંગ કરવામાં આવેલ, ગુજરાતના દરિયાકાંઠાનો વિસ્તાર વ્હેલ શાર્ક માટે સારી રીતે સ્થાપિત આશ્રયસ્થાન છે અને હાલનો ખાણકામ પ્રોજેકટ પણ ગામ-લોઢવાના સીઆરઝેડ ઝોનમાં પ્રસ્તાવિત છે, જયાં વ્હેલ શાર્કને જોવા અને શિકાર કરવાની સંખ્યાબંધ દ્યટનાઓ નોંધવામાં આવી છે. તેથી વાઈલ્ડ લાઈફ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા, ટાટા કેમિકલ્સ અને ગુજરાત સરકારના વિવિધ વિભાગોએ વ્હેલ શાર્કના સંરક્ષણની યોજના તૈયાર કરી છે. તેમજ આ ખાણ યોજનાથી આ વિસ્તારની ખેતીલાયક જમીનો ઉપર પણ વિધાતક અસરો થવાની હોય જે વિસ્તાર ખાણ વિસ્તારની બહાર છે તેવી ખેતી લાયક જમીનો ઉપર અસરો થવાની સંભાવનાઓ રહેલી છે તેવા સંજોગોમાં ઓછામાં ઓછી નુકશાની થાય તેમને નિવારી શકાય તે માટે ચોક્કસ યોજનાં બનવવામાં આવેલ ન હોવાથી આવા મહત્વનાં મુદાઓ બાબતે કોર્ટમાં સંસ્થાનાં વકીલ દ્વારા દલીલો કરવામાં આવેલ, આમ સર્વોચ્ચ અદાલતના હુકમથી સમગ્ર લોઢવા ગામના ખેડૂતોમાં ખુશીનો માહોલ પ્રચરી ગયેલ અને ખેડૂતો ત્થા ગામના નાગરીકોએ ફટાકડા ફોડી આંતસબાજી કરી મીઠાઈ વહેચી ચુકાદાને વધાવવામાં આવેલ, કિસાન સંદ્યર્ષ સમિતિ વતિ વકીલશ્રી નીતિન લોનકરએ ખેડૂતો-ખેતી અને વન્યજીવ તેમજ અન્ય પ્રશ્નો બાબતે ન્યાય આપવા પક્ષ રાખવામાં આવેલ, આ કેસ બાબતે આગલી સુનાવણી જાન્યુઆરી ૨૦૨૨માં યોજાશે.

(1:13 pm IST)