Gujarati News

Gujarati News

News of Saturday, 11th December 2021

વિસાવદર ગામ સમસ્ત દ્વારા દેશના પ્રથમ સીડીએસ શહીદ રાવત-સૈન્ય અધિકારીઓને શ્રધ્ધાંજલી

સમભાવ મિત્રમંડળ આયોજીત કાર્યક્રમમાં સૌની હાજરી

(યાસીન બ્લોચ દ્રારા) વિસાવદર તા.૧૧ : દેશના પ્રથમ  સીડીએસ રાવત તથા સૈન્ય અધિકારીઓ તામિલનાડુ હેલીકોપ્ટર દુર્ઘટનામાં શહીદ થતા દેશભરમાં શોક છવાયો છે ત્યારે વિસાવદર ગામ સમસ્ત દ્રારા પણ જાંબાઝ જવાનોને શ્રધ્ધાજંલી આપવામાં આવી હતી. વિસાવદરની વર્ષોજૂની સામાજિક સંસ્થા સમભાવ મિત્ર મંડળ દ્વારા આયોજિત તમિલનાડુમાં હેલિકોપ્ટર દુર્ધટનામાં શહીદ થયેલ જાંબાઝ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિસાવદર શહેરની તમામ જનતા, દાઉદી વ્હોરા સમાજના જનાબ મોહંમદ ઉજેન્વલા, પૂર્વ કૃષિ મંત્રી કનુભાઇ ભાલાળા,ધારાસભ્ય હર્ષદભાઇ રિબડીયા,ઉદ્યોગપતિ બિપીનભાઇ  રામાણી, તાલુકા કોંગ્રેસ પ્રમુખ કરશનભાઇ વાડોદરિયા, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દિલીપભાઇ કાનાબાર, જિલ્લા ભાજપના પૂર્વ મંત્રી રમણીકભાઇ દુધાત્રા, લાયન્સ  કલબના માર્ગદર્શક-સિનીયર ધારાશાસ્ત્રી ભાસ્કરભાઇ જોષી,માજી નગરપતિ ઘનશ્યામભાઇ સાવલિયા, વિશ્વ હિંદુ પરિષદના પ્રમુખ હરેશભાઇ સાવલિયા, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ લલિતભાઇ ભટ્ટ, નિતેશભાઇ દવે(એડવોકેટ), તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ મધુભાઇ પદમાણી,મેડિકલ સાધન સેવા કેન્દ્રનાં સંચાલક ચંદ્રકાન્ત ખુહા, લાયન્સ સેક્રેટરી વનરાજસિંહ ઝાલા, નગરસેવક ઇલુભાઇ મોદી  સહિતના વિવિધક્ષેત્રના અગ્રેસરો-નગરજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને સૈન્ય શહીદોને ભીનીઆંખે  શ્રધ્ધાંજંલી અર્પણ કરી  હતી.

સમભાવ મિત્ર મંડળના પ્રમુખ ઈલ્યાસભાઈ ભારમલ તથા ટીમનાં સિદ્ધાર્થ હીરપરા, જે.ડી. વસાવડા, ગોંડલિયાબાપુ, હુસેનભાઇ ભારમલ, ભીખુભાઈ ગેડીયા, હંસરાજભાઇ રામાણી,રાજુભાઈ વાઘેલા, જીતુભાઈ કવા, નાસીર પઠાણ વિગેરેએ શહીદોને શ્રધ્ધાંજલી કાર્યક્રમના આયોજનમાં સહયોગ આપ્યો હતો.

(1:12 pm IST)