Gujarati News

Gujarati News

News of Saturday, 11th December 2021

વંથલી વેપારી એસો.ની બેઠકમાં મહિલા પીએસઆઇ એ.પી. ડોડિયાનું સન્માન

 જુનાગઢ : વંથલી ખાતે વેપારી એસોસિએશન દ્વારા કડિયા સમાજ ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ આ તકે વંથલીમાં કાયદો વ્યવસ્થા સંગીન  બનાવનાર મહિલા પીએસઆઈ એ. પી. ડોડિયાનું સન્માન કરી તેમની કામગીરીને બિરદાવી હતી આ તકે તેમણે વેપારીઓને ખાત્રી આપતાં કહ્યું હતું કે કોઈ પણ લૂખા તત્વો વેપારીઓને ધમકાવે કે પરેશાન કરે તો પોલીસને જાણ કરવા જણાવ્યું હતું પોલીસ આવા તત્વોને કાયદાનું ભાન કરાવશે અને વેપારીઓને પણ કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવા તેમજ ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે રીતે વાહન પાર્ક કરવા માટે પોલીસને સહકાર આપવા જણાવ્યું હતું આ તકે પ્રમુખ કમલેશભાઈ કુકરેજા, ઉપપ્રમુખ પી. ડી. પેશીવાડીયા, રમેશભાઈ ગોહેલ તેમજ મોટી સંખ્યામાં વેપારીઓ હાજર રહ્યા હતા.(અહેવાલ : વિનુ જોષી : તસ્વીર : મુકેશ વાઘેલા, જુનાગઢ)

(1:11 pm IST)