Gujarati News

Gujarati News

News of Saturday, 11th December 2021

જૂનાગઢ શુભમ હોસ્પિટલના ડો.ભાવેશ ટાંકને સારવાર લેતા મહિલાને ૨૦ વર્ષે પુત્રીનો જન્મ

અમદાવાદ રાજકોટના લોકો સારવાર લેવા આવી રહ્યા છે

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ,તા.૧૧: જુનાગઢ માં આજે વર્ષો થી રહેતા સંજયભાઇ મકવાણાને ત્યાં શેર માટીની ખોટ હતી. સંગીતાબેન સંજયભાઇના ધર્મ પત્ની વર્ષોથી ખોળાના ખૂંદનારની રાહ જોઈને બેઠા હતા. પાણા એટલા પીર કરવા છતાંય તેમની આ ખોટ પૂરી થઈ શકી નહોતી.આ પીડા તો જે પસાર થયું હોય એ જ જાણે.

છેલ્લા ૨૦ વર્ષ થી સંજયભાઇ રોજ સાંજે જયારે જોબ પર થી આવે ત્યારે સંગીતાબેન નો ઉતરેલો ચહેરો જોઈ ને હતાશ થઈ જતાં. અને આવું અનેક વર્ષો ચાલ્યું. જુનાગઢ માં બધી જગ્યાએ સારવાર કરાવી. થાકી ને છેક અમદાવાદ સુધી ના ડોકટર્સ નો સંપર્ક કર્યો. સારવાર કરાવી. પણ કોઇથી એમનું વાનજિયા મેણું ન ભાંગ્યું.ચારે બાજુ થી હતાશ થઈ ગયેલા આ દંપતી એ સારવાર જ મૂકી દીધી. અને પોતાના ખરાબ નસીબ ને સ્વીકારી લીધું.

સંજયભાઇ ને અચાનક કોઈ નાની મોટી બીમારી સબબ પોતાના ફેમિલી ડોકટર ને મળવાનું થયું.સંજયભાઇને તેમણે માહિતી આપી કે હવે જુનાગઢ શુભમ હોસ્પિટલમાં અતિ આધુનિક પદ્ઘતિ દ્વારા બાળક માટે સારવાર કરવામાં આવે છે. સંજયભાઇ વધારે કોઈ આશા વગર જ બતાવવા ખાતર શુભમ હોસ્પિટલમાં ગયા. મનમાં ઘોર નિરાશા હતી.

નસીબને સ્વીકારી ચૂકેલું આ કપલ ડો. ભાવેશ ટાંક ને મળ્યું. ડોકટર સાહેબે શાંતિથી તપાસ કરી ,અને બંનેને સારવાર વિષે સમજાવ્યું. અને એમના નિરાશ મનમાં આશા જાગી. પછી શરૂ થયો અતિ આધુનિક એવી ટેસ્ટ ટ્યુબ બેબી એટલે કે આઇવીએફ ની સારવાર નો દોર. સંગીતા બેન મન માં ડરતા હતા કે આઇવીએફ એટલે સંપૂર્ણ આરામ અને બધી દવા. પરંતુ તેમની આ માન્યતા ડોકટર સાહેબે સાવ ખોટી પાડી. ઊલટું તેમને ચાલવાનું હળવા વ્યાયામનું સૂચન આપવામાં આવ્યું

આ કપલ ને ભગવાન ની દયાથી પ્રથમ પ્રયત્ને જ બેબી નો જન્મ થયો. અને અન્ય આવા દર્દી ઓ ને સંદેશ આપતા સંજયભાઇ અને સંગીતા બેન આઇવીએફ ની સારવાર લેવા જણાવે છે. અને ભવિષ્ય માં આ પ્રકાર ના દર્દીઓની એક સંસ્થા સ્થાપી સહાય કરવા ઈચ્છે છે. સંગીતાબેન જણાવે છે કે જેમ ઈશ્વરે મારી પીડા ઓછી કરી તેમ હું આ પ્રકાર ના દર્દીઓને સહાયરૂપ થવા ઈચ્છું છું.

શુભમ હોસ્પિટલ તરફથી ડોકટર ભાવેશ સાહેબ જણાવે છે કે હવે ટેસ્ટ ટ્યુબ બેબીની સારવાર કોઈ ખર્ચાળ સારવાર નથી રહી. કોઈ ને પણ પરવડે તેવા ખર્ચ માં આ સારવાર શકય છે. અને પહેલા જેવી રીતે આ સારવાર લેતા દર્દી સારવાર અને આરામ થી ડરતા, એવું હવે કશું જ રહ્યું નથી. અમારી પાસે છેક અમદાવાદ અને રાજકોટ જેવા સિટી મૂકી ને લોકો જુનાગઢ આવી રહ્યા છે. 

(1:10 pm IST)