Gujarati News

Gujarati News

News of Saturday, 11th December 2021

અમરેલીનાં ગોપીબેન રાઠોડ માવદીયાને ગ્લોબલ ડોકટર પદવી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી,તા.૧૧ : ગોપીબેન રાઠોડ માવદીયા ને જીનીવા( સ્વિત્ઝરલેન્ડ)ના સ્વિસ સ્કુલ ઓફ બિઝનેસ મેનેજમેન્ટ દ્વારા Doctor Of Business Administration(ગ્લોબલ ડૉકટર)ની પદવી એનાયત કરાઈ છે. તેમણે સાયબર સિક્યોરિટી મેનેજમેન્ટ  વિષયમાં સાયબર સિક્યોરિટી ચેલેન્જીસ ઈન ડેવલોપીંગ નેશન્સ એન્ડ ટેરરિઝમ' વિષય પર મહાશોધ નિબંધ રજુ કર્યો હતો તથા આ સંશોધનકાર્ય ડિસ્ટીન્કશનથી પૂર્ણ કરેલ છે.

 આ સાથે જ ડૉ.ગોપીબહેન રાઠોડે વિશ્વની સૌથી અઘરી અને માણસના IQને સચોટ રીતે પ્રદર્શિત કરતી સંસ્થા જે આખા વિશ્વમાં ફકત ૨% લોકો જ પાસ કરી શક્યા તેવી પરીક્ષા મેન્સા ઈન્ટરનેશનલ(U.K)માં તેમણે ૧૬૧ સ્કેલ મેળવેલ છે. ૧૬૧ સ્કેલ મેળવી વિશ્વની ૧% સૌથી વધુ બુધ્ધિઆંક ધરાવતી વ્યકિતઓ માં સ્થાન પામ્યા છે. જે ભારત અને ખાસ કરી ગુજરાત અને એમાંય વળી કાઠિયાવાડ માટે એ ખૂબ જ ગર્વ લેવા જેવી બાબત છે.

 ડૉ. ગોપીબહેન ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં પણ નામ નોંધાવી ચુક્યા છે.તેઓએ નેશનલ ફેલોશીપ માટે દેશની સર્વોચ્ય શૈક્ષણિક સંસ્થા IIM Ahemdabadમાં સ્થાન પ્રાપ્ત કર્યુ છે.

(12:51 pm IST)