Gujarati News

Gujarati News

News of Saturday, 11th December 2021

પોરબંદર બાર એસો.ની ચૂંટણી : ભનુભાઇ ઓડેદરાએ ફોર્મ પાછુ ખેંચ્યુ : ટ્રેઝરર તરીકે હારૂનભાઇ બિનહરીફ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ૧૧ :  બાર એસોસિએશનની ચૂંટણીમાં સેક્રેટરી માટે ઉમેદવારી કરનાર ભનુભાઇ એન. ઓડેદરાએ ઉમેદવારી ફોર્મ પાછું ખેંચી લીધું છે.

જયારે હારૂનભાઇ કે સાટી ચૂૂંટણીમાં જોઇન્ટ ટ્રેઝરર તરીકે બિનહરીફ જાહેર થયેલ છે.

જીલ્લા બાર એસો.ની ચૂંટણીમાં પ્રમુખ પદ માટે (૧) હરભમભાઇ એમ. ચુંડાવદરા (ર) હિરાભાઇ જે. સાદિયા તથા (૩) વિજયકુમાર કે. પંડયા ઉમેદવારી કરી રહેલ છે.

ઉપપ્રમુખ પદ માટે (૧) જગદીશભાઇ પી. ચૌહાણ (ર) રમેશભાઇ એલ. ચૌહાણ તેમજ સેક્રેટરી પદ માટે (૧) દિપકભાઇ એચ. સાદિયા (ર) ગગનભાઇ એલ. થાપલીયા તથા (૩) નરેશભાઇ બી. ઓડેદરા ઉમેદવારી કરી કરેલ છે.

જે સેક્રેટરી (૧) આકાશભાઇ આર. બારાઇ (ર) દિપ્તીબેન એન. ચોટાઇ (૩) દેવશીભાઇ આર. મોઢવાડીયા તથા (૪) કેયુરભાઇ બી. જોષી તેમજ ટ્રેઝરર તરીકે (૧) હર્ષદભાઇ કે. લાખાણી તથા (ર) રાકેશભાઇ ડી. પ્રજાપતિ ઉમેદવારી કરી રહેલ છે.

જો. ટ્રેઝરર (૧) હારૂનભાઇ કે. સાટી બિનહરીફ જાહેર થયેલ છે.

બાર એસો.ની ચૂૂંટણીમાં સેક્રેટરીના પદમાં ઉમેદવારી કરનારા પૈકી એક ભનુભાઇ એન. ઓડેદરા ઉમેદવારી પત્રક પાછું ખેંચ્યું છે જેથી ઉપરની યાદી તેમનું નામ કમી કરાવવામાં આવેલ છે.

બાર એસોસિએશનની ચૂંટણીમાં ચૂંટણી અધિકારીઓ તરીકે એચ. પી. ટેવાણી એડવોકેટ એન. જે. સિયાણી એડવોકેટ તથા મહેશ જી. પરમાર એડવોકેટ રહેલ છે. 

(12:47 pm IST)