Gujarati News

Gujarati News

News of Saturday, 11th December 2021

મોરબીના ઉદ્યોગકારોને વાઈબ્રન્ટ ગુજરાત સમીટમાં જોડવા માટે બેઠક યોજાઈ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૧૧ : ગુજરાત સરકાર દ્વારા મહાત્મા મંદિર-ગાંધીનગર ખાતે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ-૨૦૨૨ નું તા.૧૦/૦૧/૨૦૨૨ થી તા.૧૨/૦૧/૨૦૨૨ દરમ્યાન આયોજન કરવામાં આવ્યું છે ત્યારે મોરબીના ઉદ્યોગકારો વાઈબ્રન્ટ સમીટમાં જોડાય તેવા હેતુથી આજે સિરામિક એસો હોલ ખાતે મોરબી જીલ્લાના તમામ એસો અને મોરબી તેમજ વાંકાનેર ચેમ્બર ઓફ કોમર્સ સાથે બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં જિલ્લાના એસોસીએશન તથા ચેમ્બર ઓફ કોમર્સના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર-મોરબી દ્વારા વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ-૨૦૨૨માં યોજાનાર વિવિધ કાર્યક્રમો તથા તેમાં ભાગ લેવા માટેની રજીસ્ટ્રેશનને લગત વિસ્તૃત જાણકારી પ્રેઝન્ટેશન સાથે આપવામાં આવી હતી.

આ ઇવેન્ટમાં યોજાનાર વિવિધ કાર્યક્રમોમાં મોરબી જિલ્લાના બહોળી સંખ્યામાં ઉદ્યોગકારો ભાગ લે તે માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર એસ.બી. ભાટીયાએ અનુરોધ કર્યો હતો. આ બેઠકમાં ઉપસ્થિત રહેલ એસોસીએશન તથા ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારો દ્વારા વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ-૨૦૨૨ સફળતાપૂર્વક પાર પડે તે માટે વેબસાઈટ www. vibrantgujarat.com પર વધુમાં વધુ રજીસ્ટ્રેશન થાય તેવી બાહેંધરી આપી હતી.

(12:47 pm IST)