Gujarati News

Gujarati News

News of Saturday, 11th December 2021

મોરબી પાસે આખલાની લડાઇને પગલે ડમ્પર દિવાલ સાથે અથડાયું : ૩ને ઇજા

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા. ૧૦: મોરબીના રંગપર ગામ નજીકથી ડમ્પર પસાર થતું હોય ત્યારે ખુંટીયાની લડાઈ ચાલતી હોય જેના પગલે ડમ્પર ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને ડમ્પર નજીકના સિરામિક ફેકટરીના લેબર કવાર્ટરની દીવાલ સાથે અથડાતા દીવાલ પડી જતા ત્રણ શ્રમિકોને ઈજા પહોંચી હતી.

મળતી માહિતી મુજબ મોરબીના જેતપર રોડ પર રંગપર ગામ નજીકથી ડમ્પર પસાર થતું હોય ત્યારે ખુંટીયાની લડાઈ જામી હતી અને ખુંટીયાની લડાઈના પગલે ડમ્પર નજીકથી તારવવા જતા ડમ્પર નજીક આવેલ કારખાનાની દીવાલ સાથે અથડાયું હતું જે દીવાલ તૂટી પડતા ત્રણ શ્રમિકોને ઈજા પહોંચી હતી ફેકટરીના શ્રમિકો સુજાતાબેન ઝુંડી, ચરણસિંગ અને મહેશ આચાર્ય એમ ત્રણ શ્રમિકોને ઈજા થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડ્યા હતા.જેમાંથી બેને સારવાર બાદ રજા આપી દેવામાં આવી છે તો એક શ્રમીકની હાલત નાજુક હોવાનું તાલુકા પોલીસ મથકના આર.બી.વ્યાસે જણાવ્યું હતું મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે. 

(12:45 pm IST)