Gujarati News

Gujarati News

News of Saturday, 11th December 2021

મોરબી પાસે પેપરમીલમાં વીજ શોક લાગતા રાજાભાઇ યાદવનું મોત

વીસીપરામાં હિરલબેન ઝેરી દવા પી જતા સારવારમાં

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા. ૧૧: મોરબી તાલુકાના ગાળા ગામના પાટિયા નજીક હરી કૃપા પેપરમિલમાં યુવાનને ઇલેકિટ્રક શોર્ટ લાગતા તેનું મૃત્યુ નીપજયું હતું.

મળતી માહિતી મુજબ મોરબીના ગાળા ગામના પાટિયા પાસે હરી કૃપા પેપરમિલમાં રહેતા રાજાભાઈ સોમલાલ યાદવ (ઉ.૨૫) ને પેપરમિલમાં ઇલેકિટ્રક શોર્ટ લાગતા તેનું મૃત્યુ નીપજયું હતું તો બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છેબીજા બનાવમાં મોરબીના વિસીપરામાં રહેતી હિરલબેન વિષ્ણુભાઈ ઓગણીયા (ઉ.૨૪) એ પોતાના ઘરે ઉંદર મારવાની દવા પી લેતા તેણીને સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે તો હિરલબેનના લગ્નને ૫ વર્ષનો સમય થયો હોવાની માહિતી મળી છે તો બનાવ અંગે મોરબી બી ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધીર છે.

(12:44 pm IST)