Gujarati News

Gujarati News

News of Saturday, 11th December 2021

પોરબંદરમાં કારખાનામાંથી સોડાએશની ૩૪૦ બોરી ચોરી જનાર ઝડપાયો

પોરબંદર, તા. ૧૧ :  જીઆઇડીસીમાં કારખાનામાંથી સોડાએશ ભરેલી ૩૪૦ બોરી કિ. ર.૩૧ લાખની ચોરી જનાર મુળ ખાપટના મનીષ ચનાભાઇ બોરસીયા (ઉ.વ.૩૮) ને પોલીસે પકડીને ગુન્હો નોંધ્યો છે.

જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક મનીંદર પ્રતાપસિંહ પવાર તથા પોરબંદર પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની નાઓ દ્વારા જીલ્લામાંથી મિલ્કત સંબંધી ગુન્હાઓ શોધી કાઢવા માટે આપેલ સુચના અન્વયે તથા પોરબંદર શહેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક જે.સી. કોઠીયાનાઓના માર્ગદર્શન હેઠળ ઉદ્યોગનગર પો. સ્ટે. ગુ.ર.નુ. અને કલમ ૪૪૭, ૩૭૯ મુજબનો ગુન્હો પો. સ્ટે.માં દાખલ થયેલ હોય અને આ ગુન્હાની તપાસ પો. સબ.ઇન્સ. એસ.એ. સોલંકી ચલાવી રહેલ હોય અને ગુન્હાના કામે ચોરીમાં ગયેલ સોડાએશ માલની પ૦ કિલોની કુલ ૩૪૦ બોરીઓ જેનો કુલ વજન ૧૭ ટન જેની કિ. રૂ. ર,૩૧,ર૦૦/- નો મુદામાલ તથા ચોરી કરનાર ઇસમને સત્વરે શોધી કાઢવા સુચના અને આ ગુન્હાની તપાસ દરમ્યાન લોકરક્ષક વિજય ખીમાભાઇ તથા પો. કોન્સ. દિનેશ રાઘવજીભાઇ નાઓને તેઓના સંયુકત અંગત બાતમીદાર મારફતે હકકત મળેલ કે, આ કામે ચોરીમાં ગયેલ મુદ્દામાલ શકદાર મનીષ ચનાભાઇ બોરસીયાએ ભાડેથી રાખેલ વિરાટ એન્ટરપ્રાઇઝ નામના કારખાના ગોડાઉનમાં છુપાવેલ છે. જે બાતમી આધારે હકિકતવાળી જગ્યાએ પંચો સાથે રેઇડ કરતા આ કામે ચોરીમાં ગયેલ કુલ કિ. રૂ. ર,૩૧,ર૦૦/- ના મુદ્દામાલ સાથે ચોરી કરનાર ઇસમ મનિષ ચનાભાઇ બોરસીયા (ઉ.વ.૩૮ રહે. હાલ આશાપુરા ચોક રહે. ખાપટવાળાને પકડી ગણતરીના કલાકોમાં ચોરીનો વણશોધાયેલ ગુન્હો ડિટેકટ કરવામાં આવેલ છે.

ઉદ્યોગનગર પો. સ્ટે. ના પો.સબ. ઇન્સ. એસ.એ. સોલંકી તથા પો.કોન્સ. દિનેશભાઇ રાઘવજીભાઇ, રામશીભાઇ વીરાભાઇ, ધર્મેન્દ્રસિંહ દિલુભા તથા લોકરક્ષક વિજયભાઇ ખીમાભાઇ વિગેરે આરોપીને પકડવાની કામગીરીમાં રોકાયેલ હતા.

(12:43 pm IST)