Gujarati News

Gujarati News

News of Saturday, 11th December 2021

વાંકાનેર જૈન દેરાસરની ૨૧૮મી વર્ષગાંઠે ધર્મધજાનો લાભ લેતા લલિતભાઇ દોશી પરિવાર

(નિલેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર, તા.૧૧: અહિંસા, સંયમ અને તપ જ મંગલમય ધર્મ છે. જૈન ધર્મ પશુ પંખી પ્રાણીઓ પ્રત્યે સમભાવ, માનવ-માનવ વચ્ચે સમાનતા સાથે વિશ્વ વાત્સલયનો ભાવ, અનેકાન્ત દ્રષ્ટિ વડે સુષ્ટિના સર્વ જીવોના કલ્યાણ માટે વિનય અને વિવેક દ્રષ્ટિ આપે છે. આ વૈચારિક અધિષ્ઠાનને સાકાર કરવા ભાવનાત્મક વિકાસ માટે, પરોપજીવી વૃતિના ઘડતર માટે, જીવનના આનંદ અને શાંતિ દ્વારા જીવનનો સર્વાગીણ વિકાસ કરાવતું આલંબન એટલે જૈન દેરાસરો છે. એ જ રીતે દેશભરના કરોડો મંદિરો પળ આવા જ યાત્રાધામો છે.

વાંકાનેરના ૨૧૭ વર્ષ જુના જૈન દેરાસરમાં બિરાજતા તિર્થકરો અજીતનાથ ભગવાન, ચંદ્રપ્રભુ ભગવાન અને સુમતિનાથ ભગવાનના દેરાસરની ૨૧૮ મી વર્ષગાંઠે ધર્મ ધજા ચડાવવાનો લાભ સુશ્રાવક લલિતકુમાર બાવચંદ દોશી પરિવારે લીધો હતો.

દેરાસરોમાં જિનેશ્વરોની પૂજા નિયમિત કરવાથી સંસારની ધૂળ ખરે છે, રોગદ્રેષની ધૂળ ખરે છે, મનના ભાવો વિશુધ્ધ થાય છે. મનની પવિત્રતા, મનનું ઘડતર અને મનની કેળવણી એવો આપણો જીવનધર્મ-આત્માનો ધર્મ બની કર્મનિર્જરા દ્વારા મોક્ષમાર્ગનું પ્રયાણ સરળ બનાવે છે. જિનેશ્વર ભગંવતો માયામાંથી મુકિંત અપાવી પરિત્રહનો બોજો હળવો કરાવે છે. સંસારમાં પળે પળે થતાં ક્રોધ,લોભ,મોહ,માન અને કામના વિષચક્રમાંથી દેરાસરોમાં થતી જિનેશ્વરની ભકિત, પૂજા અને દર્શન મુકિત અપાવે છે. આપણા દેશના કોઇ પણ સંપ્રદાયના મંદિરો પવિત્રતાના પ્રેરક છે. પ્રસન્નતાના ધ્યોતક છે, દિવ્યતા અત્ત્।ે રમણીયતાના ઉદ્દગાતા છે અને આપણો મંગલમયી યાત્રાનો પથ પ્રદર્શિત કરે છે. પ્રભુ પાસે જતી વખતે દેવદ્રવ્ય, સાધારણ દ્રવ્ય અર્પણ કરવાથી સમાજમાં દેવત્વ, સાધર્મિક વાત્સલયથી શ્રાવક-શ્રાવિકાઓમાં અતૂટ સ્નેહ-સંપ-સદભાવ નિર્માણ થતાં જૈન શાસનની સેવા દ્રારા સમગ્ર જીવસૃષ્ટિના કલ્યાણના સંસ્કારો દ્રઢ થાય છે. તેમ સાધ્વીજી ભગવંત મૈત્રી દર્શીતાશ્રીજી અને સમકિતરત્નાશ્રીજીએ જણાવ્યું હતું

આ પ્રસંગે ૪૦૦ થી વધુ જૈન શ્રાવક-શ્રાવિકાઓ તથા વડોદરા, અમદાવાદ, રાજકોટ, ભાવનગરના મહેમાનોની ભકિતનો લાભ વિસાશ્રીમાળી તપગચ્છ જૈન સંઘના પ્રમુખ શ્રી લલિતભાઈ મહેતા, સેકેટરી શ્રી ઇન્દ્રજીતભાઇ મહેતા, સંઘ પ્રમુખ શ્રી પ્રવિણણભાઇ દોશી તથા મહિલા મંડળના નિલાબેન દોશી, જયશ્રીબેન દોશી તથા શ્રી બાવચંદ તારાચંદ દોશી પરિવારે લીધો હતો.

(12:03 pm IST)