Gujarati News

Gujarati News

News of Saturday, 11th December 2021

જસદણ ખાતે આવેલી જર્જરીત લાઇબ્રેરીના મરામત માટે રૂ. ૧૦ લાખ મંજુર

જસદણ ધારાસભ્ય અને પૂર્વ કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાની સફળ રજુઆત

(વિજય વસાણી દ્વારા) આટકોટ,તા. ૧૧ : જસદણ ખાતે આવેલ સરકારી તાલુકા લાઇબ્રેરીનું મકાન અતિ જર્જરીત હાલતમાં છે જેથી તેનો લાભ મેળવતી જસદણની પ્રજા વિટંબણા અનુભવતી હતી. આ બાબત જસદણના ધારાસભ્ય અને પૂર્વ કેબીનેટ મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયાને ધ્યાને આવતા તેઓએ ફરીયાદ સંકલન સમિતિની મીટીંગમાં પ્રશ્ન ઉઠાવી લગત અધિકારીશ્રીઓને રજુઆત કરતા તેઓની રજુઆત ગ્રાહ્ય રાખ તા. ૭/૧૨/૨૦૨૧ના રોજ અધિક્ષક ઇજનેરશ્રી, માર્ગ અને મકાન વર્તુળ-૧, રાજકોટ તરફથી આ લાઇબ્રેરીના મકાન મરામત અર્થે રૂ. ૧૦ લાખ મંજુર કરેલ છે. જેથી આ સરકારી તાલુકા લાઇબ્રેરીના મકાનનું રીપેરીંગ ટુંક સમયમાં શરૂ થશે અને જસદણની પ્રજાની સુખાકારીમાં વધારો થશે.

(12:00 pm IST)