Gujarati News

Gujarati News

News of Saturday, 11th December 2021

પૂ. પ્રમુખ સ્વામી મહારાજની આજે તિથી પ્રમાણે ૧૦૦મો જન્મોત્સવ : પૂ. મહંત સ્વામીનાં સાનિધ્યમાં ઉજવણી કરાશે

વાંકાનેર,તા.૧૧ : આજે , BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર સંસ્થાના વડા પ્રગટ બ્રહ્મ સ્વરૂપ વિશ્વ વંદનીય પ પૂ શ્રી પ્રમુખ સ્વામી મહારાજશ્રીનો ( તિથિ પ્રમાણે એટલે કે માગસુર સુદ આઠમ )ના પ.પૂજ્ય બ્રહ્મ સ્વરૂપ શ્રી પ્રમુખ સ્વામી મહારાજશ્રીનો જન્મદિવસ સમગ્ર વિશ્વમાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં તેમના જન્મદિવસની ભકિતભાવ પૂર્વક ઉજવણી થાય છૅ દરેક મંદિરોમાં વિશેષ પૂજન, મહા આરતી, શણગાર દર્શન, સંતોના સતસંગ સભા વગેરે થાય છે. આજરોજ પ.પૂ બ્રહ્મ સ્વરૂપ પૂજ્ય શ્રી પ્રમુખ સ્વામી મહારાજશ્રીના જન્મદિવસ નિમિતે વડોદરાના આટલાદરા ખાતે  BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર મા પ્રગટ બ્રહ્મ સ્વરૂપ શ્રી પ્રમુખ સ્વામી મહારાજશ્રી ના ( ૧૦૦ મા જન્મોત્સવ ) ૧૦૦ જન્મદિવસની ઉજવણી કોરોનાની ગાઈડ લાઈન અનુસાર આ કાર્યક્રમ લાઈવ પ્રસારણ કરવામાં આવશે અને દરેક હરિ ભકતોએ આ દિવ્ય જન્મોત્સવ ની ઉજવણી પોત પોતાના ધરે જોવા BAPS મંદિર દ્વારા જણાવાયું છે, આજરોજ આટલાદરા ખાતે પ્રગટ બ્રહ્મ સ્વરૂપ શ્રી મહંત સ્વામી મહારાજશ્રીના પાવન સાનિધ્યમાં પ.પૂ. પ્રમુખ સ્વામી મહારાજના ( ૧૦૦ મા જન્મોત્સવ )ની ઉજવણી કરવામાં આવશે આજે જેનું લાઈવ પ્રસારણ LIVE BAPS ORG ઉપર આજે રાત્રે ૭:૩૦ થી ૧૦:૩૦ દરમ્યાન આવશે આ ઉપરાંત આજે અને આવતીકાલે બે ભાગ ના રૂપે આ કાર્યક્રમ આસ્થા ભજન ચેનલ ઉપર બંને દિવસે સાંજે ૭:૩૦ થી ૯:૩૦ દરમ્યાન પ.પૂ. પ્રમુખ સ્વામી મહારાજશ્રીના જન્મોત્સવનો કાર્યક્રમ આવશે

 પ.પૂ. પ્રમુખ સ્વામી મહારાજશ્રીનો મુખ્ય જીવન સૂત્ર હતું ''બીજાના સુખમાં આપણું સુખ છે, બીજાના દુઃખમાં આપણું દુઃખ છે., બીજાના ભલામા આપણું ભલું છે અને બીજાના ઉત્કૃષમાં આપનો ઉત્કૃષ છે, બીજાના વિજયમાં આપનો વિજય છે, ઈશ્વરે તમને કાંઈ વધારે આપેલ હોય તૉ કોઈ ગરીબ પરિવારનેં મદદરૂપ થવું,  પ.પૂ. શ્રી પ્રમુખ સ્વામી મહારાજશ્રી ઍ પોતાની હયાતીમાં તેમના માર્ગદર્શન હેઠળ સમગ્ર વિશ્વમાં ( ૧૮૦૦ થી વધારે BAPS મંદિર બનાવ્યા ) અને આશરે ૭૫૦ થી ૮૦૦ સંતો નેં દીક્ષા આપેલ અને લાખો યુવાનોનેં વ્યસનમુકત કર્યા તેમજ ધરતીકંપ મા કચ્છમાં રૂરૂ મુલાકાત લઈને તુરત જ઼ ત્યાં રસોડું ચાલુ કરેલ દરરોજ લાખો લોકો મહા પ્રસાદ લેતા હતા અને કચ્છ મા BAPS સંસ્થા દ્વારા પૂજ્ય બાપાના માર્ગદર્શન હેઠળ અસંખ્ય રહેવા માટે મકાનો બનાવી આપેલ તેમજ કોઈપણ આફત સમયમાં દરેક જગ્યાએ પ.પૂ.બ્રહ્મ સ્વરૂપ શ્રી પ્રમુખ સ્વામી મહારાજશ્રીના સેવારૂપી કેમ્પો તુરત જ શરૂ થતા હતા પૂજ્ય બાપાએ લાખો લોકોને પત્રોનો જવાબ આપેલ અને ધર્મ તરફ અને સૌ પ્રથમ માતા પિતાની સેવા કરવાનું કહેતા હતા, પૂજ્ય બાપાએ અનેક જગ્યાએ હોસ્પિટલ બનાવી છે, શૈક્ષણિક સ્કૂલો પણ બનાવેલછે તેવો સદાય ભજનમાં મસ્ત રહેતા હતા અને જયારે જુવો ત્યારે પ.પૂ પ્રમુખ સ્વામી મહારાજ આનંદમાં જ હોય, નાનામાં નાની વ્યકિત નેં તેવો સભાં મંડપ જતા હોય ત્યારે તેમને બોલાવતા હતા આજે ભલે પ.પૂ. બ્રહ્મ સ્વરૂપ સદગુરૂદેવ શ્રી પ્રમુખ સ્વામી મહારાજશ્રી (પૂજ્યબાપા) ભલે આપણી વચ્ચેનો હોય પરંતુ આજે પણ સૌ ઉપર એવી જ઼ કૃપા દ્રષ્ટિ વરસાવી રહયા છૅ , એમના જીવનમાં સત ધર્મના અજવાળા આજે પણ પુરેછે, એમના દર્શન માત્ર થી ભાગ્યના દ્વાર ખુલી જાય છૅ આવા તેજસ્વી સંત વિષે આપણે વધારે શુ લખીયે, સંતોએ કહ્યું છે ''જાતિ ન પૂછો સાધુ કી પૂછ લીજીયે જ્ઞાન, મોંલ કરો તલવાર કા પડા રહન દો મ્યાન'' ઍ ઉકિત અનુસાર આવા દિવ્ય સંત વિષે વધારે લખવું ઍ યથાર્થ ગણાશે આજે પરમ વંદનીય બ્રહ્મ સ્વરૂપ શ્રી પ્રમુખ સ્વામી મહારાજશ્રી ના   (૧૦૦)માં જન્મદિવસ નિમિતે પૂજ્ય બાપાના ચરણોમાં કોટી કોટી વંદન.

(12:00 pm IST)