Gujarati News

Gujarati News

News of Saturday, 11th December 2021

પોરબંદરઃ અપહરણ-પોકસોના કેસમાં આરોપીના જામીન મંજુર

પોરબંદર તા. ૧૧: પંદર વર્ષની સગીરા પ્રેમમાં પડે અને ર૦ વર્ષનો યુવાન પ્રેમમાં પડવાની સજા ભોગવે અને પછી લાંબો સમય જેલવાસ બાદ હાઇકોર્ટ જામીન આપ્યા હતા.

આવા જ એક કિસ્સામાં પોરબંદરની ૧પ વર્ષની દિકરી વીકી મારૂ નામના ર૦ વર્ષના છોકરાના પ્રેમમાં પડતા અને દિકરીના મા-બાપને તેની જાણ થઇ જતા તેથી ભવિષ્યનો વિચાર કર્યા વગર સગીર પુત્રી પોતાના પ્રેમી સાથે ભાગી ગયેલી હતી. અને તે સંબંધે છોકરીની માતાએ પોલીસમાં ફરીયાદ કરતા અને છોકરી સગીર હોય તેથી પોસ્કો અન્વયે તથા બળાત્કાર અન્વયેની કલમો લગાડી પોલીસ દ્વારા વીકી મારૂ ને જેલ હવાલે કરેલો હતો. તે અન્વયે તેના એડવોકેટ ભરતભાઇ લાખાણી તથા નામદાર ગુજરાત હાઇકોર્ટમાં આશિષભાઇ ડગલી દ્વારા જામીન અરજી કરેલી હતી.

આરોપીનો ઇરાદો કોઇ ગુન્હો કરવાનો ન હોય પરંતુ ભોગ બનનારના ઘરનાને પ્રેમ સંબંધની જાણ થઇ જતા અને તેના કારણે અણસમજણ અને કાયદાની અજ્ઞાનતાના કારણે જે કાંઇ બનાવ બનેલ છે તે બનેલો હોય અને તે રીતે આરોપીનો કોઇ ગુન્હાહીત ઇતિહાસ ન હોય અને સાવ નાની ઉંમર હોય અને જેલમાં લાંબો સમય રાખવામાં આવે તો તેની જીંદગી બગડે તેમ હોય તેવી દલીલ કરતા ગુજરાત હાઇકોર્ટ દ્વારા તમામ બાબતો ધ્યાને રાખી અને ચાર્જશીટ ફાઇલ થઇ ગયેલું હોય તે વિગત ધ્યાને રાખી વીકી મારૂ ને શરતોને આધીન જામીન મુકત કરવાનો હુકમ કરેલ છે.આ કામમાં આરોપી વતી અમદાવાદમાં આશિષભાઇ ડગલી તથા પોરબંદરમાં દિપકભાઇ બી. લાખાણી, ભરતભાઇ બી. લાખાણી, હેમાંગ ડી. લાખાણી, અનિલ ડી. સુરાણી, જયેશ બારોટ, જીતેન સોનીગ્રા, જીતેન્દ્ર પાલા તથા નવધણ જાડેજા રોકાયેલા હતાં. 

(11:56 am IST)